બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / terrorist yasin malik wife became pak minister

ઈસ્લામાબાદ / ભારતના આતંકીની પત્ની બનશે પાકિસ્તાનની કેબિનેટ મિનિસ્ટર, સેમી ન્યૂડ પેઇન્ટિંગ્સ માટે ખૂબ જ લોકપ્રિય

Hiralal

Last Updated: 08:41 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની વચગાળાની નવી સરકારમાં આતંકી યાસીન મલિકની પત્ની મુશાલ હુસેનની મંત્રી બનાવામાં આવનાર છે.

  • મુશાલ હુસૈન પાક.ની અનવર હક કાકર સરકારમાં બનશે મિનિસ્ટર
  • મુશાલ હુસૈન કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની
  • હાલમાં યાસીન મલિક તિહાડ જેલમાં કેદ છે, આતંકના અનેક કેસ 

દુનિયા સામે ફરી એક વાર પાકિસ્તાનનો કાળો ચહેરો બેનકાબ થયો છે. પાકિસ્તાન આતંક સાથે કદી પણ નાતો ન તોડી શકે તે વાત વધુ એક વાર સાચી સાબિત થઈ છે. શહબાઝ શરીફના રાજીનામા બાદ અનવર ઉલ હક કાકરને પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને હવે આ નવા કેબિનેટમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો આપવામાં આવી રહ્યો છે. મુશાલ હુસૈન માનવાધિકાર અંગે વડા પ્રધાનની વિશેષ સહાયક રહેશે.

કોણ છે મુશાલ હુસૈન?
યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી હતા જ્યારે તેમની માતા પાકિસ્તાન મુસ્લિમ લીગની મહિલા પાંખની ભૂતપૂર્વ મહાસચિવ હતી. મુશાલના ભાઈ હૈદર અલી મલ્કી અમેરિકામાં વિદેશ નીતિના વિદ્વાન અને પ્રોફેસર છે. મુશાલને પેઇન્ટિંગનો ખૂબ શોખ છે. તેમણે છ વર્ષની ઉંમરે પેઇન્ટિંગ શરૂ કર્યું હતું અને સેમી ન્યૂડ પેઇન્ટિંગ્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. તે પાકિસ્તાનમાં પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષ પણ છે. આ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે કામ કરે છે અને સંસ્કૃતિ અને વારસાને જાળવવાનું કામ કરે છે.

ક્યારે પ્રેમમાં પડ્યાં યાસીન અને મુશાલ 
યાસીન અને મુશાલની પહેલી મુલાકાત 2005માં થઈ હતી. એ વખતે યાસીન કશ્મીરી અલગતાવાદી ચળવળ માટે સમર્થન મેળવવા ઇસ્લામાબાદ ગયો હતો. યાસિને ફૈઝ અહેમદ ફૈઝની લોકપ્રિય કવિતા હમ દેખેંગે કવિતાનું પઠન કર્યું હતું તે કાર્યક્રમમાં મુશાલ પણ હાજર હતી. બાદમાં બંનેએ 2009માં લગ્ન કરી લીધા હતા. મુશાલ યાસીન મલિકથી 20 વર્ષ નાની છે.  યાસીન મલિકને રઝિયા સુલતાન નામની એક 11 વર્ષની પુત્રી પણ છે. રઝિયા સુલતાને પૂરી આશા છે તેના પિતા નિર્દોષ છૂટી જશે. રઝિયાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (મુઝફ્ફરાબાદ)ની સંસદને સંબોધિત કરી હતી અને તે વખતે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. 

યાસીન મલિક સામે કયા કયા કેસ, કેટલી સજા  
આતંકી યાસીન મલિક સામે ઘણા કેસો નોંધાયેલા છે. 24 મે 2022ના દિવસે એનઆઈએ કોર્ટે યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત મલિકને જુદા જુદા પાંચ કેસોમાં 10 વર્ષની જેલની સજા અને ત્રણ જુદા જુદા કેસોમાં પાંચ-પાંચ વર્ષની સજા પણ ફટકારવામાં આવેલી છે. 
યાસીન મલિક 1990માં ઈન્ડીયન એરફોર્સના ચાર જવાનોની હત્યા કરવા માટે પણ દોષી છે. તેણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું પણ અપહરણ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ