બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Terror of anti-social elements in Ahmedabad's Krishnanagar

બેફામ / અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂના નશામાં 4 વ્યક્તિઓ પર કર્યો હુમલો

Dinesh

Last Updated: 10:02 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે; કૃ્ષ્ણનગરમાં રાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો, પોલીસ સ્ટેશન થોડે દૂર જ હતુ તેમ છતા તલવાર અને ધોકાથી ચાર યુવક પર જીવલેણ હુમલો કર્યો

  • અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક
  • દારૂના નશામાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ
  • જાહેરમાં સ્થાનિકોને હથિયારો બતાવી માર પણ માર્યો
  • 4 વ્યક્તિને અસામાજિક તત્વોએ માર માર્યો


અમદાવાદમાં દિવસને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેના કારણે પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યાં છે. કૃષ્ણનગરમાં આ અમાસાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. નશામાં ઘુત અસમાજિક તત્વોએ 4 યુવકો પર તલવાર, લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ચાર યુવકો જે કારમાં જઈ રહ્યાં હતા તેમાં પણ તોડફોડ કરી હતી. કૃષ્ણનગરમાં આવેલી સેંટ મેરી સ્કૂલ પાસેનો બનાવ છે. આ અમાસાજિક તત્વોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. લાકડી, તલવાર અને ધોકા વડે અસમાજિક તત્વો ખુલ્લેઆમ હુમલો કરે છે. આ લુખ્ખાતત્વો આ ચારેય યુવકને મારીને ફરાર થઈ જાય છે. હાલ ચારેય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ચારેય યુવકના માતા-પિતા હાલ ન્યાયની માંગણી કરી રહ્યાં છે.

કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક
ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો ન્યાયની ઝંખના કરી રહ્યાં છે. ચારેય યુવકોને તલવાર અને ધોકાથી પુષ્કળ માર મારવામાં આવ્યો છે. નશામાં ઘુત લુખ્ખા તત્વોએ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવાર દ્વારા કૃ્ષ્ણનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદને 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. પોલીસ સામે પણ હવે અનેક સવાલો થઈ રહ્યાં છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવારના સભ્યો પોલીસ પર આક્ષેપ કરી રહ્યાં છે કે, અમે ફરિયાદ નોંધાવી છે તેમ છતાં પોલીસ આ મામલે નિષ્ક્રિયતા દાખવી રહી છે.

અસામાજિક તત્વો હથિયાર સાથે રોડ પર ઉતર્યા
પરિવારના સભ્યો કહી રહ્યાં છે કે, અમારા દિકરાઓ માત્ર નાસ્તો કરવા ગયા હતા અને આ ઘટના ઘટી છે. ઘાતકી હથિયારો વડે આ અમાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો અને અમારા દિકરાને માર માર્યો છે. આવા ઘાતકી હથિયારો આ લુખ્ખાઓ પાસે રાત્રે આવ્યા ક્યાંથી અને પોલીસ પેટ્રોલિંગની વાતો કરે છે ત્યારે આ સમયે પોલીસ ક્યાં પેટ્રોલિંગ કરતી હતી. અમારે માત્ર ન્યાય જોઈએ છે.

અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
વિકસતા જતા અમદાવાદમાં ક્રાઈમ પણ વિકસી રહ્યો છે. કૃ્ષ્ણનગરમાં યુવકોને જે માર મારવામાં આવ્યો તે જોઈને યુવતીઓ કહી રહી છે કે જો યુવકોને આટલો માર માર્યો તો અમને તો અમારી સલામતીનું શું? આવા લુખ્ખા તત્વોને સામે પોલીસ કાર્યવાહી ક્યાંરે કરશે?, શું ખરેખર અમદાવાદ સલામત છે?.

સળગતા સવાલ

  • અસામાજિક તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?
  • અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
  • શું અસામાજિક તત્વો માટે અલગ કાયદો છે?
  • કૃષ્ણનગરમાં આતંક મચાવનારા લુખ્ખાઓની ધરપકડ ક્યારે થશે?
  • પોલીસ યોગ્યરીતે પેટ્રોલિંગ ક્યારે કરશે?
  • આલા લુખ્ખાઓને કોણ કોણ છાવરી રહ્યું છે?
  • અસામાજિક તત્વો પર દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
  • શું પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે?
  • શું પોલીસ આવા લુખ્ખાઓનો બચાવ કરે છે?
  • ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસનું મૌન શું સૂચવે છે?
  • પોલીસ આવા લુખ્ખા તત્વોની ધરપકડ ક્યારે કરશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ