બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Tennis Legend Roger Federer Announces Retirement

ખેલ / ટેનિસનો એક યુગ પૂરો થયો, મહાન ખેલાડી રોજર ફેડરરે ઈન્ટરનેશનલ ટેનિસમાં નિવૃતી લીધી

Hiralal

Last Updated: 07:30 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના નંબર વન સ્વિઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ઈન્ટરનેશલ ટેનિસને અલવિદા કહી દીધી છે

  • ટેનિસનો એક આખો યુગ પૂરો થયો
  • સ્વિઝરલેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃતી જાહેર કરી
  • લેવર કપ તેની કરિયરની અંતિમ ટૂર્નોમેન્ટ હશે 
  • 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે 

સ્વિઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 41 વર્ષીય ફેડરરે ટ્વિટર પર ભાવુક પોસ્ટ શેયર કરતાં આ અંગેની જાહેરાત કરી હતી. આવતા સપ્તાહે લંડનમાં યોજાનારા લેવર કપ તેની કરિયરનો અંતિમ ટૂર્નોમેન્ટ હશે.  

ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર બીજો મોટો ખેલાડી રોજર ફેડરર 
મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના મામલે ફેડરર સંયુક્તપણે બીજા ક્રમે છે. રોજર ફેડરરે 20 ટાઈટલ જીત્યાં છે. 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાથે રાફેલ નડાલ પહેલા નંબરે છે. રોજર ફેડરરે 28 જાન્યુઆરી, 2018ના રોજ ઓસ્ટ્રેલિયન ઓપન દ્વારા તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેણે ક્રોએશિયાના મરિન સિલીકને ટાઇટલ મેચમાં હરાવ્યો હતો. તે સમયે તે 20 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો. જો કે બાદમાં રફેલ નડાલે આ વર્ષે પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

ચાહકો માટે લખી લાગણીશીલ પોસ્ટ 
ફેડરરે તેની આ સફરમાં તેના ચાહકો અને હરિફ ખેલાડીઓનો આભાર માન્યો છે. ફેડરરે કહ્યું કે 41 વર્ષની ઉંમરે તેને લાગે છે કે તેને છોડવાનો સમય આવી ગયો છે. "મારી ઉંમર 41 વર્ષની છે. મેં 24 વર્ષમાં 1500 થી વધુ મેચ રમી છે ... ટેનિસે મારી સાથે અગાઉ કરતાં વધુ ઉદારતાથી વર્તન કર્યું છે અને હવે મારે એ જાણવું પડશે કે આ મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત ક્યારે આવી ગયો છે. ફેડરરે વધુમાં તેની પત્ની મિર્કાનો આભાર માન્યો હતો, જે દર મિનિટે તેની પડખે ઊભી રહી હતી. તેણે લખ્યું, "તેણે ફાઇનલ પહેલા મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું, તે સમયે તે 8 મહિનાની ગર્ભવતી હતી ત્યારે પણ તેણે ઘણી મેચો જોઇ હતી અને તે 20 વર્ષથી વધુ સમયથી મારી સાથે છે.

24 વર્ષમાં 1500થી વધુ મેચ રમ્યો 
24 વર્ષથી વધુની કારકિર્દીમાં 1500થી વધુ મેચો રમી ચૂકેલા ફેડરરે માત્ર 21 વર્ષની વયે 2003માં વિમ્બલ્ડનના સ્વરૂપમાં સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતુ. હવે 41 વર્ષની ઉંમરે તેણે કુલ મળીને 20 ગ્રાન્ડ સ્લેમ સાથે કારકિર્દીને અટકાવવાનો નિર્ણય લીધો. લગભગ ત્રણ વર્ષથી સતત ઈજા સામે સંઘર્ષ કરી રહેલા ફેડરરે છેલ્લે 2021ની ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે ત્રીજા રાઉન્ડની જીત બાદ નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ તે સતત કોર્ટમાં પરત ફરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ સફળ થઇ શક્યો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ