બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Telangana governor turns angel in flight, turns doctor to treat IPS officer's ill health

સરાહનિય / ફ્લાઈટમાં દેવદૂત બન્યા તેલંગાણાના ગવર્નર, IPS અધિકારીની તબિયત બગડતાં ડૉક્ટર બની સારવાર કરી

Priyakant

Last Updated: 02:34 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધરાત્રે ફ્લાઇટમાં મુસાફર  IPS અધિકારીની તબિયત બગડતાં તેલંગાણાના ગવર્નરે ડૉક્ટરની ફરજ બજાવી તેમની તાત્કાલિક સારવાર કરી

  • તેલંગાણાના ગવર્નરે ફ્લાઇટમાં ડૉક્ટરની ફરજ અદા કરી 
  • મુસાફર IPS અધિકારીની તબિયત લથડતા ફ્લાઇટમાં જ સારવાર કરી 
  • IPS અધિકારીએ તેલંગાણાના ગવર્નરનો આભાર માન્યો 

ઈન્ડિગો એરલાઈન્સમાં એક મુસાફર બીમાર થઈ જતાં તેલંગાણાના ગવર્નરે ડૉક્ટરની ફરજ અદા કરી તેમનો જીવ બચાવ્યો હતો. વાત જાણે એમ છે કે, તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજન ઈન્ડિગો એરલાઈન્સમાં દિલ્હીથી હૈદરાબાદ મુસાફરી કરી રહ્યા હતા. આ તરફ એજ ફ્લાઇટમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસના રેન્ક ધરાવતા IPS અધિકારી પણ પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન મધરાત્રે મુસાફર  IPS અધિકારીની તબિયત બગડી હતી. જેથી તેલંગાણાના ગવર્નરે ડૉક્ટરની ફરજ બજાવી તેમની તાત્કાલિક સારવાર કરી હતી. 

શું હતી સમગ્ર ઘટના ? 
 
ટ્વિટર યુઝરે પોસ્ટ કરેલી તસવીરોમાં તેલંગાણાના ગવર્નર સુંદરરાજન મુસાફરની સારવાર કરતા જોઈ શકાય છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બીમાર મુસાફર એડિશનલ ડાયરેક્ટર જનરલના રેન્કના વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે. તાજેતરમાં તેલંગાણાના ગવર્નર સુંદરરાજન અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસના રેન્ક ધરાવતા IPS અધિકારી ઈન્ડિગો એરલાઈન્સમાં દિલ્હીથી હૈદરાબાદ મુસાફરી કરી રહ્યા હતા. આ દરમ્યાન IPS અધિકારીની તબિયત લાથડતા તેમની સારવાર કરાઇ હતી. 

મધરાતે ફ્લાઈટમાં બેચેનીની ફરિયાદ કરતાં સારવાર કરાઇ 

આંધ્ર પ્રદેશ કેડરના સભ્ય ઉજેલા હાલમાં એડિશનલ ડીજીપી (રોડ સેફ્ટી) તરીકે કાર્યરત છે. શુક્રવારે મધ્યરાત્રિની આસપાસ તેલંગાણાની રાજધાનીની મુલાકાતમાં IPS અધિકારીએ અસુવિધા અંગે ફરિયાદ કર્યા પછી રાજ્યપાલે ડૉક્ટર તરીકે દફરજ બજાવી તેમની સારવાર કરી હતી. 

 IPS અધિકારીને ડેન્ગ્યુ હોવાનું ખૂલ્યું 

1994 બેચના અધિકારી કૃપાનંદ ત્રિપાઠી ઉજેલા હાલમાં ડેન્ગ્યુનું નિદાન થયા બાદ હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉજેલાએ શનિવારે હૈદરાબાદથી ફોન પર ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે મેડમ ગવર્નરે મારો જીવ બચાવ્યો. તેણે મને માતાની જેમ મદદ કરી. નહિતર હું હોસ્પિટલ ના પહોંચ્યો હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ