બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Teesta Setalvad applied for bail in Sessions Court

BIG NEWS / તિસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો, SITના વકીલની માંગ કોર્ટે ગ્રાહ્ય રાખતા જામીન અરજીની સુનાવણી ટળી, જાણો કેસ

Vishnu

Last Updated: 11:04 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિસ્તાની જામીન અરજી સામે SITના વકીલે કરી વધુ સમયની માંગ,  સેશન્સ કોર્ટે સમય આપતા 15 જુલાઇએ થશે સુનાવણી

  • તિસ્તાએ કરી જામીન અરજી
  • SITના વકીલે માંગ્યો સમય
  • વધુ સુનાવણી 15 જુલાઇએ

ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી.તિશ્તાની જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો હુકમ અને કેસના ક્લોઝર રિપોર્ટના દસ્તાવેજો વધુ હોવાથી સમયની માંગણી કરવામાં આવી હતી. તિસ્તા દ્વારા કેસની ઝડપી સુનાવણીમાં માંગ પણ કરવામાં આવી છે. કોર્ટે સમય આપતા વધુ સનાવણી 15 જુલાઇએ થશે.

સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા ગઈકાલે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની ૨૦૦૭માં જે આર્થિ‌ક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.

તિસ્તા સેતલવાડ સામે આરોપ શુ ?

  • વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
  • વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
  • વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
  • ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
  • મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
  • ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતુ
  • સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યુ
  • જાન્યુઆરી 2014માં તિસ્તા સેતલવાડ સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ FIR
  • વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો પોલીસનો આરોપ
  • ક્રેડિટ કાર્ડથી તિસ્તાએ ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો આરોપ

તિસ્તા સેતલવાડ કેસની SIT કરશે તપાસ
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP  આર બી કુમારની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ  થઈ રહી છે. 

તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમમાં કોણ?

  • DIG, ATS દીપન ભદ્રન ( અધ્યક્ષ)
  • DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક
  • ATS SP સુનીલ જોશી
  • ASP બી.સી સોલંકી

સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા
મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.

મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
તિસ્તા સેતલવાડની ધરપકડ બાદ 2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી

ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો તિસ્તાનો ઉદ્દેશ-DCP, ક્રાઈમ બ્રાન્ચ
તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું હતું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો. જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે.

આર.બી.શ્રીકુમાર પર આરોપ શું?

  • નાણાવટી-શાહ કમિશન સમક્ષ નવ એફિડેવિટ ફાઈલ કર્યા હતા 
  • મોટાભાગની એફિડેવિટ જાકિયા જાફરીની ફરિયાદના આધારે કરાઈ હતી 
  • એફિડેવિટમાં તેમણે રજૂ કરેલી કોઈ પણ વિગત અંગત રીતે પ્રાપ્ત નહોતી કરી
  • એફિટેવિટની માહિતી હોદ્દાની રૂએ પ્રાપ્ત કરી હતી
  • શ્રીકુમારે ત્રીજી એફિડેવિટથી રાજ્ય સરકાર સામે આરોપ મૂક્વા શરૂ કર્યા હતા
  • શ્રીકુમારે SITને જણાવ્યું હતું કે, તેમને ઘણા મૌખિક આદેશો મળ્યા હતા 
  • શ્રીકુમારના કરેલા દાવા  ઘણા આદેશો ગેરકાનૂની અને ભારતના બંધારણની ભાવના વિરુદ્ધ હતા 
  • શ્રીકુમારે 16-04-2002થી 19-09-2002 સુધીની મૌખિક સૂચનાઓ નોંધવાના રજિસ્ટરમાં ચેડા કર્યા હતા
  • શ્રીકુમારને તત્કાલિન IGP ઓ.પી.માથુર દ્વારા આ રજિસ્ટર આપવામાં આવ્યું હતું

સંજીવ ભટ્ટ પર આરોપ શું?

  • 27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો
  • સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ ન હોવા છતા કર્યો હતો ખોટો દાવો
  • 20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને કર્યો હતો ફેક્સ 
  • SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલાનું પૂરવાર થયું
  • ભટ્ટે બદઈરાદાયુક્ત બનાવટી અને ચેડા કરેલો ફેક્સ કર્યો હતો
  • કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો આરોપ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ