આ સ્ટાર ખેલાડી એ ટીમ ઈન્ડિયા માટે 100 ટેસ્ટ મેચ રમવાનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો પણ WTC ફાઈનલમાં હાર બાદ હવે તે ખેલાડીના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી છે.
ટેસ્ટ ક્રિકેટમાં એક સ્થાનને લઈને ઘણી ચિંતિત છે ટીમ ઈન્ડિયા
કેટલાક સમયથી આ સ્ટાર ખેલાડી ફ્લોપ સાબિત થયો છે
WTC ફાઈનલમાં હાર બાદ હવે તેના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી
ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં એક સ્થાનને લઈને ઘણી ચિંતિત છે. વાત એમ છે કે રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી આ સ્થાન એક એવા ખેલાડી દ્વારા સંભાળવામાં આવ્યું હતું જેણે ટીમ ઈન્ડિયા માટે 100 ટેસ્ટ મેચ રમવાનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો હતો. પણ છેલ્લા કેટલાક સમયથી સ્ટાર ખેલાડી ફ્લોપ સાબિત થયો છે આ જ કારણ છે કે WTC ફાઈનલમાં હાર બાદ હવે તે ખેલાડીના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી છે.
Yashasvi Jaiswal could replace Cheteshwar Pujara in the Test Squad. (Reported by Cricbuzz). pic.twitter.com/nIU6gg1pjO
ટીમ ઈન્ડિયામાં ત્રીજા નંબરની પોઝિશન પર ચેતેશ્વર પૂજારાના ખરાબ ફોર્મની વાત થઈ રહી છે. પૂજારાજે મિસ્ટર ટ્રસ્ટવર્ધી, દીવાર જેવા નામોથી ઓળખાય છે. પણ 2020 થી પૂજારાનું બેટ કામ કરી રહ્યું છે. 28 ટેસ્ટની 52 ઇનિંગ્સમાં તેની સરેરાશ 29ની આસપાસ રહ્યું છે જો કે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશ શ્રેણીમાં તેની 102 અણનમ ઈનિંગ અને 90 રનનો પણ સમાવેશ થાય છે. જો તેમને દૂર કરવામાં આવે તો પૂજારાની એવરેજ માત્ર 26 રહી જાય છે. હવે આ જ કારણ છે કે તેના વિકલ્પ નામની ચર્ચા થઈ રહી છે.
એક રિપોર્ટમાં આ વાત વિશે ખુલાસો પણ થયો છે. ટીમ ઈન્ડિયામાં ઓવલની હાર બાદ કેટલાક ચોંકાવનારા નિર્ણયો જોવા મળી શકે છે. તેમાં સૌથી મોટો ખતરો ચેતેશ્વર પૂજારા પર મંડરાયેલો છે. એપુજારા ખરાબ ફોર્મના કારણે બહાર થઈ શકે છે અને ટીમ મેનેજમેન્ટ યશસ્વી જયસ્વાલને તેના સ્થાને ચાન્સ આપી શકે છે.
યશસ્વીએ 2023ની IPL સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયામાં તેના ડેબ્યૂની માંગ સતત વધી રહી છે. આ ડાબા હાથના ખેલાડીએ માત્ર IPLમાં જ નહીં પરંતુ ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફીમાં પણ પોતાની જાતને સાબિત કરી છે. હાલ રિષભ પંત ઈજાગ્રસ્ત છે તેથી ભારતને પણ ડાબા હાથના બેટ્સમેનની જરૂર છે. એવામાં યશસ્વી ટીમ ઈન્ડિયા માટે આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે છે.