બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / team india captain rohit sharma covid positive ahead of test match against england

BIG NEWS / ઈંગ્લેન્ડ સામેની ટ્રેસ્ટ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાને જોરદાર ફટકો, કેપ્ટન હિટમેનને કોરોનાએ કર્યો ક્લીન બોલ્ડ

Mayur

Last Updated: 07:48 AM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન રોહિત શર્મા કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. મહત્વની મેચ અગાઉ હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે રોહિતને આઇસોલેટ કરવામાં આવ્યો છે.

  • ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ અગાઈ ટીમ ઈન્ડિયાને ઝટકો 
  • કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટવ 
  • બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોરોના સંક્રમિત જણાયા હતા. બીસીસીઆઈએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. ટ્વિટમાં એ પણ જણાવ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે.


અશ્વિન અને વિરાટ પણ કોરોનાની ઝપેટમાં 
આ પહેલા ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ કારણે તે બાકીના ખેલાડીઓ સાથે લંડન ગયો ન હતો. જોકે હવે તે સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા અઠવાડિયે લંડન પહોંચેલ પૂર્વ કપ્તાન વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. જોકે હવે તે પણ સ્વસ્થ છે.


1 જુલાઈથી ટેસ્ટ શરૂ થશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો જ એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો.

ટીમ ઈન્ડિયાનાં આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ આ શ્રેણીની જ ટેસ્ટ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ