બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Tax is not levied on this type of income, know these things specially before filing ITR

તમારા કામનું / આ પ્રકારની આવક પર નથી લાગતો ટેક્સ, ITR ફાઇલ કરતા પહેલા ખાસ જાણી લો આ વાતો

Megha

Last Updated: 04:19 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવી જ કેટલીક આવક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટેક્સ ફ્રી છે. આના પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી.

  • ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ
  • કેટલીક એવી આવક છે જે ટેક્સ ફ્રી છે 
  • આ આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી

એક્સેસમેન્ટ યર 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારે આ સમયમર્યાદા પહેલા તમારું ITR ભરવું જોઈએ. જો તમે પણ ITR ભરવા જઈ રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. આજે અમે તમને એવી જ કેટલીક આવક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટેક્સ ફ્રી છે. આના પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. જો તમે ટેક્સ ભરો છો. આ સ્થિતિમાં આ આવક વિશે જાણવું મહત્વપૂર્ણ છે...

ખેતીની આવક
તમારે એ જાણવાની જરૂર છે કે ખેતીમાંથી થતી આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. આવકવેરાના નિયમ હેઠળ, ખેતીની જમીન પર કરવામાં આવતી ખેતીમાંથી થતી આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 

બચત ખાતામાં જમા પૈસા પર મળતું વ્યાજ
તમારા બચત ખાતામાં જમા થયેલ પૈસા પર ઉપલબ્ધ વ્યાજ દર આવકવેરાના કાયદા 80TTA મુજબ છૂટ મળે છે. જોકે આ છૂટ કુલ રૂ. 10,000 સુધીના વ્યાજ પર મળશે. તમારે તેનાથી વધુ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. 

ગ્રેચ્યુટી
જણાવી દઈએ કે ગ્રેચ્યુઈટીમાંથી મળેલા પૈસા પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. તે જ સમયે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત ટોકન એપ્રીસીએશન માટે ટેક્સ નિયમો અલગ છે. 

સ્કોલરશીપ અથવા એવોર્ડ 
વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ મળે છે અથવા તે સિવાયના તેઓને એવોર્ડ તરીકે જે પૈસા મળે છે તે પૈસા પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. આ નાણાં આવકવેરાની કલમ 10(16) હેઠળ કરમુક્ત રહે છે. 

સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના
જે લોકો નિવૃત્તિ લે છે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે VRS હેઠળ મેળવે છે. તેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ