બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 10:59 AM, 4 December 2023
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, તંજાવુર, અરિયાલુર, પેરામ્બલુર, કલ્લાકુરિચી, વેલ્લોર, તિરુપત્તુર, ધર્મપુરી, કૃષ્ણાગીરી અને તમિલના પુચ્છેડુ જિલ્લા માટે જારી કરવામાં આવી છે.
Chennai MeT Department issues rain thunderstorm warning and lightning warning for Tamil Nadu and Puducherry for the next three hours: IMD pic.twitter.com/5X5ZekqPa4
— ANI (@ANI) December 3, 2023
ADVERTISEMENT
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે પાણી ભરાવવા, લપસણો રસ્તાઓ, ટ્રાફિકની ચેતવણી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ જણાવ્યું હતું કે તેની ટીમોએ સોમવારે રાત્રે ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ગંભીર પાણી ભરાવાને કારણે પેરુંગાલથુર નજીક પીરકંકરણાઈ અને તાંબરમ વિસ્તારમાંથી લગભગ 15 લોકોને બચાવ્યા છે. ચક્રવાત મિચોંગને કારણે આગામી દિવસોમાં સમગ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમિલનાડુની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આજે વાવાઝોડું અહી પહોંચી જશે
ચક્રવાત મિચોંગ 4 ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ત્રાટકી શકે છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની ખૂબ જ સંભાવના છે. ત્યારપછી તે ઉત્તર તરફ લગભગ સમાંતર આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોર દરમિયાન દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા અને નેલ્લોર અને નેલ્લોરની નજીક જશે. દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમની વચ્ચે એક ગંભીર ચક્રવાતી પસાર થશે, જેની મહત્તમ ઝડપ 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપેથી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.
શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવા નિર્દેશ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે ચક્રવાત મિચોંગને લઈ આગળની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વાત કરી છે. આ સાથે વડા પ્રધાને તમામ વરિષ્ઠ અધિકારીઓને રાજ્યને શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવા નિર્દેશ પણ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.