બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / tamil actor vishal krishna reddy near death accident on sets of mark antony video

માંડ બચ્યો / સાઉથના સુપરસ્ટારનો માંડ બચ્યો જીવ, મોત વચ્ચે હતું માત્ર 2 ફૂટનું અંતર, રૂંવાડા ઊભા કરી દે તેવો VIDEO વાયરલ

Priyakant

Last Updated: 04:21 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મના સેટ પર એક મોટી દુર્ઘટના બનતા રહી ગયા બાદ તે જોઈએ સુપરસ્ટારનો આત્મા પણ ધ્રુજી ગયો હતો

  • ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ
  • અચાનક ટ્રકે બેલેન્સ ગુમાવ્યુ અને સ્પીડમાં આગળ વધ્યો
  • વિશાલે આ ખતરનાક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો

તમિલ અભિનેતા અને પ્રોડ્યૂસર વિશાલ કૃષ્ણ રેડ્ડી હાલમાં મોતને હાથ તાળી આપી છે. વિશાલ કૃષ્ણ રેડ્ડી જ્યારે પોતાની ફિલ્મ માર્ક એન્ટનીનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પર એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જે થયું તે જોઈએ વિશાલનો આત્મા પણ ધ્રુજી ગયો હતો અને જીવ બચી ગયા બાદ ભગવાનનો આભાર માની રહ્યો છે. વિશાલે આ ખતરનાક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

વિશાલ કૃષ્ણ રેડ્ડી ફિલ્મ માર્ક એન્ટનીનું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર કાસ્ટ અને ક્રૂ સાથે ખૂબ જ ભીડ હતી. એક ખાસ સીક્વન્સ શૂટ કરવામાં આવી રહ્યો હતો. સીકવન્સમાં એક ટ્રકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અચાનક ટ્રકે બેલેન્સ ગુમાવ્યુ અને સ્પીડમાં તેની તરફ આગળ વધ્યું, જ્યાં જૂનિયર આર્ટીસ્ટ પોતાના શોટ માટે તૈયાર ઉભા હતા. તેમની સાથે વિશાલ પણ હતો. 

જણાવવામાં આવી રહ્યું છે કે સીન મુજબ, ટ્રકને એક દિવાલ તોડી નિકળ્યા બાદ ઉભુ રહેવાનું હતું, પરંતુ ટ્રકે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને તે રોકાઈ જવાના બદલે આગળ વધ્યો હતો. જેનાથી સેટ પર ભાગદોડ મચી ગઈ હતી. સારુ રહ્યું કે ટ્રક પર ધ્યાન પડી ગયું અને તાત્કાલિક લોકો એકબાજુ હટી ગયા હતા.પરંતુ વિશાલ ઝડપથી આવતા ટ્રકથી માત્ર થોડા સેકન્ડ માટે જ બચી ગયો હતો, જે વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે. કહેવામાં આવે છે કે ટ્રકે ટેકનિકલ ખામીના કારણે બેલેન્સ ગુમાવ્યું હતું.  

વિશાલ કૃષ્ણ રેડ્ડીએ આ ઘટનાનો વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો અને લખ્યું, 'બસ થોડા સેકન્ડ અને થોડા અંતરથી મારો જીવ બચી ગયો. હું ભગવાનનો આભાર માનું છું. આ ઘટનાથી હું ચોંકી ગયો હતો. હવે હું ઠીક છું અને શૂટિંગ પર પરત   ફર્યો છું.

ચાહકો ભગવાનનો આભાર માની રહ્યા છે
વિશાલના આ વીડિયોને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે અને તેઓ અભિનેતા માટે ભગવાનનો આભાર માની રહ્યા છે.   'માર્ક એન્ટની'ને રવિચંદ્રન ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં વિશાલ ઉપરાંત રિતુ વર્મા, અભિનય અને એસજે સૂર્યા જોવા મળશે. વિશાલની વાત કરીએ તો તે પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર જીકે રેડ્ડીનો પુત્ર છે. વિશાલ તેની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન માટે જાણીતો છે. તેનુ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. વિશાલે પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી અને બાદમાં 2004માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ