બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / taking a new vehicle out of the showroom without a number plate will be fined

નિયમ / નવી ગાડી ખરીદી હોય તો ખાસ જાણી લેજો: આ નિયમ તોડ્યો તો ખિસ્સાં થઈ જશે ખાલી, 'એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશન' લખેલું પણ નહીં ચાલે

Malay

Last Updated: 09:54 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે, નવા નિયમ પ્રમાણે વાહનમાં હવે એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર પણ ચાલશે નહીં.

 

  • નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ થશે કાર્યવાહી
  • એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં
  • 1 જુલાઈથી તમામ વાહનો પર નવો નિયમ લાગુ કરાશે

ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ  'Applied For Registration'નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે.

No description available.

નંબર પ્લેટ વિનાના વાહનોને ફટકારાશે દંડ
રાજ્યમાં નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારાશે. વાહનમાં એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં. આવતા મહિનાથી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરાશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર નવો નિયમ લાગુ કરાશે.

આ વાહનચાલકોને અપાશે છૂટ
જુલાઈના પ્રથમ સપ્તાહ પહેલા જો કઈ નવા વાહનની ડિલિવરી થઈ હશે તો તેને આમાંથી છૂટ આપવામાં આવશે. પરંતુ જુલાઈના પહેલા સપ્તાહ પછી જો કોઈ વાહનોમાં આ મુજબ રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો ચાલકને દંડ ફટકારવામાં આવશે. નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વાહનોને RTOમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત પેપર અપલોડ થતાં જ વાહનનો નંબર પણ એલોટ કરી દેવામાં આવશે અને ડિલરે જ નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે.

હવે પસંદગીના વાહન નંબર માટે આપવા પડશે વધુ પૈસા, જાણો કોનો કેટલો ભાવ |  vehical number plate charge by RTO Gujarat

નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે
આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા. પરંતુ હવે તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ આપવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ