બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Take advantage before FD rates drop, these 5 banks are offering more than 7% interest!

તમારા કામનું / FDના દર ઘટે તે પહેલા ફટાફટ લઈ લો લાભ, આ 5 બેંકો આપી રહી છે 7% કરતા વધુ વ્યાજ!

Megha

Last Updated: 04:37 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવી બેંકો વિશે માહિતી આપી રહ્યા છીએ જે હજુ પણ 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 7 ટકાથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો કોઈએ કઈ છે એ બેંક..

  • RBI આવનારા સમયમાં FD રેટને સ્થિર રાખશે અથવા ઘટાડો કરશે 
  • આ બેંક 7 ટકાથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે

મોંઘવારી અંકુશમાં આવતી જોઈને રિઝર્વ બેંકએ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વધારાની પ્રક્રિયાને અટકાવી દીધી છે. એટલે કે રિઝર્વ બેંકે છેલ્લી બે નાણાકીય સમીક્ષાઓમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે જ્યાં હોમ અને કાર લોનના દરો વધતા અટકી ગયા છે. આ સાથે જ રિઝર્વ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં નાણાંનું રોકાણ કરનારા રોકાણકારો માટે ચેતવણીનો પણ સંકેત આપ્યો છે. એવું માનવામાં આવે છે કે કાં તો બેંકો આવનારા સમયમાં FD રેટને સ્થિર રાખશે અથવા તો તે આવનારા સમયમાં તેમાં ઘટાડો પણ કરી શકે છે. 

એવામાં આજે અમે તમને એવી બેંકો વિશે માહિતી આપી રહ્યા છીએ જે હજુ પણ 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 7 ટકાથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો કોઈએ કઈ છે એ બેંક.. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
દેશની સૌથી મોટી બેંક SBI તેના ગ્રાહકોને 1 થી 2 વર્ષ સુધીની FD ઓફર કરી રહી છે જેના પર 6.80% વ્યાજ મળશે. 
આ સાથે જ જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આ મહિને તેની વિશેષ થાપણ યોજના 'અમૃત કલશ યોજના' બંધ કરવા જઈ રહી છે જેમાં સામાન્ય નાગરિકોને 400 દિવસની થાપણો પર વાર્ષિક 7.10 ટકા વ્યાજ મળી રહ્યું છે.  આ યોજના 30 જૂન 2023 સુધી શરૂ રહેશે. 

HDFC બેંક 
HDFC, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક 1 વર્ષથી લઈને 15 મહિનાથી ઓછા સમયગાળાની FD પર 6.60% વ્યાજ દર ઓફર કરે છે.  તો 15 થી 18 મહિનાથી ઓછી FD માટે 7.10% વ્યાજ દર ઓફર કરી રહી છે તો બેંક 4 વર્ષ 7 મહિનાથી 55 મહિના સુધીની FD પર 7.25%નો દર ઓફર કરી રહી છે. 

ICICI બેંક 
ICICI બેંક સામાન્ય નાગરિકો માટે 1 વર્ષથી 15 મહિનાથી ઓછા સમયગાળાની FD માટે 6.70% વ્યાજ દર ઓફર કરે છે તો 15 મહિનાથી લઈને 2 વર્ષથી ઓછા સમયગાળાની FD માટે સૌથી વધુ 7.10% વ્યાજ દર ઓફર કરી રહી છે. 

કેનેરા બેંક (Canara Bank) 
કેનરા બેંક સામાન્ય નાગરિકો માટે 444 દિવસની મુદત સાથે FD પર સૌથી વધુ 7.25% વ્યાજ ઓફર કરી રહી છે. 

યસ બેંક (Yes Bank) 
યસ બેંક 1 વર્ષથી 18 મહિનાથી ઓછા સમયની FD પર 7.50% વ્યાજ દર ઓફર કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ