બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah ex director malav rajda made Big revelations

TMKOC / અસિત મોદી VS જેનિફર: પૂર્વ ડાયરેક્ટરે કહ્યું હું 14 વર્ષ સુધી સેટ પર હતો પણ ક્યારેય...

Arohi

Last Updated: 11:06 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMKOC Jennifer Mistry Bansiwal:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બેનીવાલ પર આસિત મોદીએ પલટવાર કર્યો છે. જેના પર માલવ રાજદાએ પોતાની વાત કહી છે.

  • જેનિફર મિસ્ત્રી પર આસિત મોદીના પલટવાર 
  • પૂર્વ ડાયરેક્ટરે કર્યા ચોંકાવનારા ખુલાસા 
  • કહ્યું હું 14 વર્ષ સુધી સેટ પર હતો પણ ક્યારેય...

ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન ભાભીની ભુમિકા નિભાવીને દર્શકોના દિલોમાં જગ્યા બનાવનાર એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બેનીવાલ હાલ ખૂબ જ ચર્ચામાં છે. જેનિફરે 'તારક મેહતા...'ના પ્રોડ્યુસર આસિત મોદી પર સેક્શુઅલ હરાસમેન્ટનો આરોપ લગાવ્યો છે. 

જેના બાદ મેકર્સની તરફથી તેમને ઈનડિસિપ્લીન અને ગાળો આપનાર કહેવામાં આવ્યું છે. એવામાં હવે આ સંપૂર્ણ મામલા પર શોના એક્સ ડાયરેક્ટર માલવ રાજદાએ રિએક્ટ કર્યું છે. 

શું કહ્યું માલવ રાજદાએ? 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્સ ડાયરેક્ટર માલવ રાજદાએ આ વિશે વાત કરતા જણાવ્યું કે " જેનિફર સેટ પર સૌથી વધારે ખુશમિઝાજ રહેતા લોકોમાંથી એક છે અને બધાની સાથે સારો વ્યવહાર રાખે છે. ટેક્નિકલ ટીમ હોય, ડાયરેક્શન ટીમ હોય, ડીઓપી હોય, હેર-મેકઅપ હોય કે પછી કો-સ્ટાર્સ, સેટ પર બધાની સાથે તેમના સારા સંબંધ હતા. હું 14 વર્ષથી સેટ પર હતો અને જેનિફરે ક્યારેય પણ મારા સામે કોઈ સાથે દુર્વ્યવહાર નથી કર્યો. તે સેટ પર ક્યારેય પણ ગાળો ન હતી બોલતી."

જેનિફરના કારણે ક્યારેય કોઈને નુકસાન નથી થયુ 
આસિત મોદીની તરફથી જેનિફરને અનુશાસનહીન, શૂટિંગ સેટ પર લેટ આવનાર મહિલા વગેરે કહેવામાં આવ્યું છે. જેના પર માલવે કહ્યું, "જ્યાં સુધી એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સેટ પર મોડા આવતા હતા તો હું કહીશ કે 14 વર્ષમાં એવું ક્યારેય નથી થયું કે તેમના કારણે મારા શૂટને નુકસાન ઉઠાવવું પડ્યું હોય."

તેમણે આગળ કહ્યું, "બધા કલાકાર સેટ પર મોડા પહોંચે છે અને આપણે મુંબઈના ટ્રાફિકને જાણીએ છીએ. માટે અડધો કલાક લેટ ઠીક છે. એવું ઘણી વખત થયું છે કે જ્યારે અમે પોતાની તરફથી અભિનેતાઓની શૂટિંગનો સમય 12 કલાકથી વધારે વધારી દીધો હોય. છેલ્લા 14 વર્ષમાં જેનિફરના કારણે મારી શૂટિંગ પર ક્યારેય કોઈ નુકસાન નથી થયું."

બધાની સાથે બેસીને લંચ કરતી હતી 
માલવે વાતચીતમાં જણાવ્યું કે, "ઘણી વખત એવું થયું છે કે જ્યારે તેમણે પોતાનો મેકઅપ અને હેર સ્ટાઈલ પણ જાતી કરી લીધી હોય જેથી શૂટિંગમાં મોડુ ન થાય. તે તેમાંથી એક હતી જે પુરૂષ સહિત દરેક અભિનેતાઓની સાથે બેસતી હતી અને બપોરનું ભોજન કરતી હતી. આ એક કે બે વાર નહીં પરંતુ તેમની દિનચર્યા હતી. મને નથી લાગતું કે કોઈ પણ આવા વ્યક્તિની સાથે વાતચીત કરશે અને બેસશે જે સેટ પર આટલું અપમાનજનક હોય. તે ખૂબ સારી અને બધાની સાથે મિલનસાર હતી."

સંકળાયેલા મુદ્દાઓ

Taarak Mehta Ka Ooltah Chashmah jennifer mistry malav rajda તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ