બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Syria Attack: Deadly drone attack on military academy in Syria, more than 100 dead, 125 injured

મોટી દુર્ઘટના / Syria Attack: સીરિયામાં મિલિટરી એકેડમી પર ડ્રોનથી ભયંકર હુમલો, 100થી વધુના મોત, 125 ઇજાગ્રસ્ત

Megha

Last Updated: 09:00 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Syria Drone Attack : સીરિયાની એક મિલિટરી એકેડમીની ગ્રેજ્યુએશન સરેમની દરમિયાન ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે તો 125 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

  • સીરિયાની એક મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલો થયો 
  • હુમલામાં 100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ
  • હુમલો "જાણીતા આંતરરાષ્ટ્રીય દળોના સમર્થનથી કરવામાં આવ્યો" 

Syria Drone Attack : સીરિયાની એક મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલાના સમાચાર આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં સ્થિત મિલિટ્રી કોલેજમાં કરવામાં આવ્યો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે ત્યાં ગ્રેજ્યુએશન સરેમની ચાલી રહી હતી. 

100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ
ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં 100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાંથી 14 સામાન્ય નાગરિક હોવાનું કહેવાય છે. રક્ષા મંત્રી મહમૂદ અબ્બાસનો કાફલો હુમલાના થોડા સમય પહેલા જ ત્યાંથી રવાના થયા હતા.  રક્ષા મંત્રીના જતાની સાથે જ ડ્રોને બોમ્બમારો અને ગોળીબારી શરૂ કરી દીધા હતા. લોકોને નાસવા માટે તક મળી ન હતી કારણ કે લોકોને એ ખબર ન હતી કે બોમ્બ ક્યાંથી આવી રહ્યા છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ડ્રોન અનેક પ્રકારના વિસ્ફોટકોથી સજ્જ હતું. હુમલામાં ઘાયલ થયેલા મોટાભાગના લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

હુમલો "જાણીતા આંતરરાષ્ટ્રીય દળોના સમર્થનથી કરવામાં આવ્યો" 
હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.  હાલ ઘાયલોની સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવાન અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે "જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત" બળવાખોરોને દોષી ઠેરવ્યા હતા.

કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સીરિયન સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો વિરોધી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન છે. એ વાત તો નોંધનીય જ છે કે સીરિયા પહેલાથી જ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, તેથી આ હુમલાને ગંભીર માનવામાં આવે છે. સીરિયામાં મિલિટરી બેઝ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. સીરિયાની સરકારે કહ્યું છે કે હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ