બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav has completed his 6000 runs in T20 cricket became the fastest indian batsman

ક્રિકેટ / T20 ક્રિકેટમાં સૂર્યા ફરી ચમક્યો, રૈના-ધોની જેવા દિગ્ગજોને પાછળ છોડીને બનાવ્યો આ રેકોર્ડ

Megha

Last Updated: 02:10 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું પણ આ મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

  • 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું
  • મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
  • સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરી લીધા

ગઇકાલે IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું અને એ મેચમાં પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. એ ટાર્ગેટ મેળવવા માટે મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી. જો કે મુંબઈની ટીમ આ મેચ હારી ગઈ હતી પણ આ મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરી લીધા છે. મહત્વનું છે કે ગઇકાલે એ મેચમાં સૂર્યકુમાર યાદવે પંજાબ સામે 26 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 57 રન બનાવ્યા હતા અને એ સાથે જ સૂર્યા સૌથી ઝડપી 6000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. 6000 રન બનાવતાની સાથે જ તેને ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. 

અંહિયા સૌથી મહત્વની એ છે કે સૂર્યાએ માત્ર 4017 બોલમાં 6000 T20 રન પૂરા કર્યા છે. એ લિસ્ટમાં હાલ સૂર્યકુમાર કરતાં માત્ર આન્દ્રે રસેલ (3550), ગ્લેન મેક્સવેલ (3890), કિરોન પોલાર્ડ (3918) અને ક્રિસ ગેલ (4008) આગળ છે.

સૂર્યા આ યાદીમાં દરેક ભારતીય ખેલાડીઓ કરતાં ઘણો આગળ છે અને તેને આ મામલે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. જણાવી દઈએ કે રૈનાના નામે આ રેકોર્ડ 4295 બોલમાં હતો. આ લિસ્ટમાં સૂર્યા 11મો ભારતીય બેટ્સમેન છે જેણે 6 હજાર T20 રન પૂરા કર્યા છે. આ યાદીમાં ત્રીજું નામ કેએલ રાહુલ છે જેને 4342 બોલ રમીને પોતાના 6000 T20 રન પૂરા કર્યા.

સૌથી ઝડપી 6000 T20 રન પૂરા કરનાર ભારતીય:
બોલ - ખેલાડી 
4017 - સૂર્યકુમાર યાદવ
4295 - સુરેશ રૈના
4342 - કેએલ રાહુલ
4392 - એમએસ ધોની
4501 - દિનેશ કાર્તિક  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ