બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Surya Rashi Parivartan 2023 lucky for seven zodiac signs sun transit in aries

સૂર્ય રાશિ પરિવર્તન / 14 એપ્રિલ બાદ સૂર્યની જેમ ચમકી ઉઠશે આ 7 રાશિઓનું ભાગ્ય, જાણો કોને- કોને થશે લાભ

Arohi

Last Updated: 03:25 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Rashi Parivartan 2023: 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કર્યા બાદ 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો સૂર્યનું આ ગોચર 7 રાશિઓ માટે શુભ રહેવાનું છે. આ રાશિઓને ધન, કરિયર અને સ્વાસ્થ્યના મોર્ચે સારૂ પરિણામ મળશે.

  • 20 એપ્રિલે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 
  • સૂર્યનું ગોચર 7 રાશિઓ માટે રહેશે શુભ 
  • 14 એપ્રિલે સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ

ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરવાના છે. આ ગોચર એટલા માટે ખાસ માનવામાં આવે છે. કારણ કે તેના બાદ 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ આવવાનું છે. 

જ્યોતિષવિદોનું કહેવું છે કે સૂર્યનું આ ગોચર 7 રાશિઓ માટે શુભ રહેવાનું છે. આ રાશિઓને ધન, કરિયર અને સ્વાસ્થમાં સારૂ પરિણામ મળશે. આવો જાણીએ આ લકી રાસિઓ કઈ કઈ છે. 

મેષ 
સૂર્યનું મેષ રાશિમાં ગોચર તમારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે પોતાના કરિયરમાં સારી ગતિથી આગળ વધવામાં સફળ રહેશો. 

નોકરીમાં અવસર મળવાની સંભાવના છે. જ્યારે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય વ્યવસાય કરતા જાતકો માટે અત્યંત ફાયદા કારક રહેશે. 

મિથુન 
સૂર્યનું મેષ રાશિમાં ગોચર કરિયરની દ્રષ્ટિથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં નવા અને સારા અવસર પ્રાપ્ત થશે. 

કાર્યક્ષેત્રમાં તમને ખૂબ સરાહના મળશે. તે સમયે તમે નવા વ્યવસાય પણ શરૂ કરી શકો છો. ધન લાભની પ્રબળ સંભાવનાઓ છે. 

કર્ક 
કર્ક રાશિમાં આર્થિક લાભનો યોગ બની રહ્યો છે પૈસાની બચત થશે. કાર્યસ્થળ પર તમારી રાશિઓની સાથે સારા સંબંધ બનાવવામાં સફળ થશો. 

આવકમાં વધારાના સંકેત જોવા મળી રહ્યા છે. પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. વિદેશ ભ્રમણનો અવસર મળી શકે છે. 

સિંહ 
સિંહ રાશિના લોકોને કરિયરમાં પદોન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. વ્યાપાર કરતા જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. 

આ સમયે તમે સામાન્યથી વધારે લાભ કમાવવામાં સફળ થશે. આ ગોચર વખતે બિઝનેસમાં વિસ્તારના યોગ પણ બની રહ્યા છે અને આ સમય તમારા માટે ફળદાયી સાબિત થશે. 

વૃશ્ચિક 
સૂર્ય ગોચર બાદ તમને વિવિધ સ્ત્રોતોથી ધન લાભ મળી શકે છે. પાર્ટનરની સાથે આનંદમય સમય પસાર કરવા મળશે. 

સ્વાસ્થ્ય માટે પણ ગોચર તમારા માટે સકારાત્મક રહેશે. કામમાં પ્રસિદ્ધી મળશે અને તમારી મહેનત માટે લોકો તમારી સરાહના કરશે. 

ધન 
નોકરીના સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયને આગળ વધારવામાં સફળતા મળશે અને સારો ધન લાભ કમાશો. 

સાથે જ તમે પૈસાને બચાવવામાં પણ સફળ થશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત થશે. આ સમયે તમને ઉધાર આપવામાં આવેલા પૈસા પણ પરત મળવાના સંકેત છે. 

કુંભ 
આ ગોચર તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે. કુંભ રાશિના જાતક વ્યવસાયમાં સારી પ્રસિદ્ધિ મેળવશે. ધન લાભ થશે. 

આઉટસોર્સિંગની મદદથી સારો નફો કમાવવામાં સફળ થશો. પાર્ટનર સાથે તમારો સંબંધ શાનદાર રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ