બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Surendranagar, 3 have died of heart attack in 24 hours, Swami Poo of Swaminarayan sect. Param Prakash Swami died of a heart attack

દુ:ખદ / સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો અક્ષરનિવાસ થતાં શોકની લહેર

Dinesh

Last Updated: 05:11 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar heart attack news: સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત થયા છે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી પૂ. પરમપ્રકાશ સ્વામીનુ હાર્ટ એટેકથી મોત થતાં ભક્તોમાં શોકનો માહોલ છવાયો છે

  • રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
  • સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું નિધન
  • સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત


દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. આ અંગે વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. તેના કારણોની ચર્ચા થઈ રહી છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી 24 કલાકમાં 3ના મોત થયા છે. 

હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/હાર્ટ-એટેક' title='હાર્ટ એટેક'>હાર્ટ એટેક</a> આવવાનો છે, વૈજ્ઞાનિકોએ  શોધી ગજબ ટેક્નિક | danger of heart attack could be detected 3 years ahead  study research could

હાર્ટ એટેકથી 3 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની વિગતો સામે આવી છે. પૂ. પરમપ્રકાશ સ્વામીના નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છવાયો છે. અત્રે જણાવીએ કે, સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

છાતીમાં દુખાવો થતા મોત 
સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં જ 12 કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી હતી. ડેરવાળા ગામના આધેડ નીરૂભા રાણાનું છાતીમાં દુખાવો થતા મોત થયુ હતુ ત્યારે લીલાપુરની એક મહિલાનું પણ મોત થયુ હતુ. 10 જેટલા મોત માત્ર મહિનામાં થતા પંથકમાં ભય ફેલાયો હતો. ઇમરજન્સી સારવારનો અભાવ હોવાના કારણે મોત થયા હોવાનુ સામે આવ્યુ છે

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે - 

1. કામનું પ્રેશર - 
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા-
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

4. જંક અને ફાસ્ટ ફૂડ-
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ