બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Surat's Khyati Patel breaks ground in 300 KM run, first woman from Gujarat, runs for 76 hours, sleeps only 2 hours
Hiralal
Last Updated: 03:55 PM, 24 February 2024
24 દિવસના સમયગાળામાં સુરત શહેરનું બીજું 'નારી રત્ન' ચમક્યું છે. 1 ફેબ્રુઆરીએ સુરતની 22 વર્ષીય દીપાલીએ અમેરિકામાં પાઈલોટ બનીને અને હવે સુરતની 48 વર્ષીય ખ્યાતિ પટેલ નામની મહિલાએ એક મેરાથોન રેકોર્ડ કર્યો છે. આ મીટરની દોડ નથી, કિલોમીટરની છે અને તે પણ કોઈ એક બે પાંચ નહીં પરંતુ ડાયરેક્ટ 300 કિલોમીટરની છે, સમાચાર સાંભળીને જ ચોંકી જવાય તેવું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
300 કિલોમીટરની દોડ 76 કલાકમાં પૂરી કરી
મહારાષ્ટ્રના નાસિકમાં 14 મી ફેબ્રુઆરી 2024ના દિવસે બ્લુ બ્રિગેડ રનીંગ ક્લબ ઇન્ડિયા દ્વારા આયોજિત 300 કિલોમીટરની લાંબી દોડ 76 કલાકમાં પૂરી કરનાર ખ્યાતિ પટેલ ગુજરાતના પહેલા મહિલા બન્યાં છે. 76 કલાકમાં માત્ર બે કલાકની ઊંઘ લઈને આટલી લાંબી દોડ પૂરી કરવાનું અશક્ય ગણાતું તેમણે શક્ય કરી દેખાડ્યું છે. અલ્ટ્રા મેરેથોન (લાંબી દોડ)માં દોડમાં ભારત સહિત 10 દેશના દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયાના 2 દિલ્હી, પુણે, મુંબઈ, ચેન્નઈ, ગુજરાત અન્ય રાજ્યના રનર જોડાયા હતા.
નાસિકના સૈયદરી ફાર્મથી આ દોડ શરુ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે 300 કિલોમીટરનો રસ્તો સીધો કે સપાટ નહોતો પરંતુ અનેક અડચણોથી ભરેલો હતો.
ફક્ત 10% જેવો રસ્તો સીધો અને દોડવા જેવો હતો બાકીનો 90% રસ્તો ખડબચડા પથ્થર વાળો જેમાં માંડ માંડ ચાલી શકાય તેવો હતો. દોડ પહેલા ખ્યાતિ સહિતના દોડવીરોનું
બ્લડ પ્રેશર ચેકઅપ, યુરીન ટેસ્ટ, સુગર લેવલનું ચેક અપ કરાયું હતું અને ફિટનેસમાં લીલીઝંડી મળ્યાં બાદ તેમણે દોડ શરુ કરી હતી.
76 કલાકમાં ફક્ત બે કલાકની ઊંઘ
300 કિલોમીટરની દોડમાં ખ્યાતિ પટેલે રાતે 15 ડિગ્રીની ઠંડી અને દિવસે 37 ડિગ્રીની ગરમીનો પણ સામનો કર્યો હતો. દોડ દરમિયાન 3 વખત 20-20 મિનિટનો બ્રેક લીધો હતો. જ્યારે 2 વખત 30-30 મિનિટનો બ્રેક લીધો હતો. 76 કલાકમાં માત્ર બે કલાકની જ ઊંઘ લીધી હતી.
2015થી દોડી રહ્યાં છે
કોફી લવર તરીકે જાણીતા ખ્યાતિ પટેલે 2015માં 50 કિલોમીટરની દોડની શરુઆત કરી હતી ત્યાર બાદ 00 કિલોમીટરની 4 મેરેથોન, 160ની 1 મેરેથોન, 220ની 1 દોડ પણ દોડ્યાં હતા. તેમણે દરેક તબક્કે સફળતા મળી હતી અને હવે 300 કિમીની દોડ પૂરી કરી દેખાડી અને તે પણ સારી હાલતમાં.
કેવી રીતે કરતાં હતા પ્રેક્ટિસ
ખ્યાતિ પટેલ અઠવાડિયાના પાંચ દિવસ સવારે 3:30 વાગે ઊઠીને 3થી લઈને 7 કલાક સુરતના રસ્તા પર પ્રેક્ટિસ કરતાં રહ્યાં હતા અને કેબલ બ્રિજ અને બીજા બ્રિજ પર કરેલી પ્રેક્ટિસ તો ખૂબ લાભ અપાવી ગઈ.
દોડવીરનો ડાયેટ કેવો?
ખ્યાતિ પટેલે ચાર મહિનામાં અનહાઇજેનિક ફૂડનો ત્યાગ કરી આરોગ્યપ્રદ ફૂડ ખાવાનું શરૂ કર્યું હતું જેમાં દોડતા પહેલા કાર્બોહાઇડ્રેટ્સ ત્યાર પછી રિકવરી માટે પ્રોટીન સાથે ડ્રાયફ્રુટ, ખજૂર આરોગતાં હતા.
પોતાની મહાસિદ્ધિ વિશે શું બોલ્યાં
પોતાની આ સિદ્ધિ અંગે બોલતાં ખ્યાતિ પટેલ કહ્યું કે મને મારા આ કામમાં પતિ કૈયુર પટેલ અને દીકરા પ્રાર્થિષ્ઠ પટેલ અને ગાઈડ તેજલ મોદીએ ખૂબ સપોર્ટ કર્યો હતો અને તેમના આ સપોર્ટને કારણે જ હું આ સિદ્ધિ હાંસલ કરી શકી છું.
સુરતનું બીજું નારી રત્ન ચમક્યું
આ પહેલા 1 ફેબ્રુઆરીએ સુરતની 22 વર્ષીય દીપાલીએ પણ રેકોર્ડ સર્જ્યો છે. દીપાલી અમેરિકામાં પાઈલોટ બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.