બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / SURAT: Viral Desai book architect of Amrit path part 2 launched today

સુરત / લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ

Vaidehi

Last Updated: 06:48 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રીનમેન તરીકે જાણીતા લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં PM મોદીના કાર્યો પર લખેલ પુસ્તક‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ની 2 મહિના બાદ બીજી આવૃતિ પણ લૉન્ચ કરી છે.

  • વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ લૉન્ચ થઈ
  • વાચકોનો સારો પ્રતિસાદ મળતાં માત્ર બે મહિનામાં બીજી આવૃતિ લૉન્ચ
  • પુસ્તકનું વિમોચન સુરતના દિવ્યાંગ બાળકો દ્વારા થયું

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ કારણે વિરલ દેસાઈના પુસ્તકની માત્ર બે મહિનામાં બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી હતી, જેનું વિમોચન સુરતના સ્પેશિયલ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

હું એક્સિડન્ટલ રાઈટર છું- લેખક
પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘હું હંમેશાં કહું છું કે હું એક્સિડન્ટલ રાઈટર છું. પરંતુ મારા પહેલાં જ પુસ્તકને આટલી મોટી સફળતા મળશે એ વિશે મને નહોતી ખબર. માત્ર બે જ મહિનામાં મારા પુસ્તકની બંને ભાષાની આવૃત્તિઓ નવી આવે એ મારે માટે પણ આંચકાજનક બાબત છે. મને લાગે છે કે દેશના લોકોનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો ભાવ જ એવો ઉત્ક્ટ છે કે તેમણે મોદીજીના કાર્યો પર લખાયેલું આ પુસ્તક અત્યંત ઉત્સાહભેર વધાવી લીધું.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો પર લખ્યું છે પુસ્તક
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈનું પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રાળ દરમિયાન થયેલા પર્યાવરણીય કાર્યોના લેખાજોખા પ્રસ્તુત કરે છે. આ પુસ્તકમાં ‘બિગ કેટ અલાયન્સ’થી લઈ ‘નમામિ ગંગે’ કે ‘મિશન લાઈફ’ જેવા વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે રસપ્રદ છણાવટ થઈ છે. 

બીજી આવૃતિનું વિમોચન દિવ્યાંગ બાળકો દ્વારા થયું
પુસ્તકની આ બીજી આવૃત્તિ સુરતની ‘સંસ્કારકૂંજ’ વિદ્યાલયના દિવ્યાંગ બાળકો દ્વારા વિમોચિત કરવામાં આવી હતી. જેને લઈને લેખક વિરલ દેસાઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘દિવ્યાંગ શબ્દ પણ મોદીજીએ જ કોઈન કર્યો હતો ત્યારે દિવ્યાંગ બાળકોના હાથે મારા પુસ્તકની બીજી આવૃત્તિનું લોન્ચ થવું એ મારું અહોભાગ્ય છે. સાક્ષાત ઈશ્વરના દૂત એવા આ બાળકો દ્વારા વિમોચન થયા બાદ મને વિશ્વાસ છે કે મારા પુસ્તકની બીજી આવૃત્તિને પણ પ્રચંડ પ્રતિસાદ સાંપડશે.’

ઓનલાઈન સાઈટ્સ પર ઉપ્લબ્ધ છે પુસ્તક
આ પુસ્તક એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન સાઈટ્સ પર ઉપ્લબ્ધ છે. તો પુસ્તકની પહેલી આવૃત્તિ સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચિત કરવામાં આવ્યું હતું. પુસ્તકની બંને આવૃત્તિ જાણીતા પ્રકાશક આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ