બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Surat resident claims he was 'designer' of Chandrayaan's lander, police launch probe

ચંદ્રયાન પર નવું / સુરતના શખ્સનો હેરાનીભર્યો દાવો, 'વિક્રમ લેન્ડર મેં બનાવ્યું, મારે કારણે સફળ રહ્યું, શું કહ્યું પોલીસે?

Hiralal

Last Updated: 03:32 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના એક શખ્સે દાવો કર્યો છે કે ચંદ્રયાન-3 મારે કારણે સફળ રહ્યું છે કારણે મેં લેન્ડર વિક્રમની ડિઝાઈન બનાવી છે.

  • સુરતના શખ્સનો હેરાનીભર્યો દાવો
  • મારે કારણે ચંદ્રયાન-3 સફળ રહ્યું
  • વિક્રમ લેન્ડર મેં બનાવ્યું છે
  • પોલીસને શખ્સનો દાવો લાગ્યો પોકળ 

એક તરફ ભારતીયો હાલ ચંદ્રયાન-3 મિશનની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતના સુરતના એક વ્યક્તિએ આવો દાવો કર્યો છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે ઈસરોના વૈજ્ઞાનિક છે અને તેના કારણે ભારતનું મૂન મિશન સફળ રહ્યું છે. એટલું જ નહીં તેમણે ચંદ્રયાનના લેન્ડરને ડિઝાઈન કરવાનો પણ દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે, પ્રથમ દ્રષ્ટિએ આ દાવાઓ ખોટા છે.

પોલીસ કમિશનરે આપ્યો તપાસનો આદેશ 
સુરત પોલીસ શખ્સના દાવાની તપાસમાં લાગી છે કે શું તે ખરેખર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)માં કામ કરતો વૈજ્ઞાનિક હતો અને તેણે ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મોડ્યુલ ડિઝાઈન કર્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) હેતલ પટેલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર અજય તોમરે ક્રાઇમ બ્રાન્ચને પ્રથમ દર્શનીય રીતે ખોટા દાવાઓની ચકાસણી કરવા તપાસનો આદેશ આપ્યો છે.

મીડિયામાં શું દાવો કર્યો શખ્સે 
ડીસીપી પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું ત્યારથી સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહેલા મિતુલ ત્રિવેદી ઇસરોના વૈજ્ઞાનિક હોવાના તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજો અથવા પુરાવા આપી શક્યા નથી. પીએચડી કરવાનો દાવો કરનારા ત્રિવેદીએ ગુરુવારે અનેક મીડિયા આઉટલેટ્સ અને ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે, તેમણે ચંદ્રયાન-3નું લેન્ડર ડિઝાઇન કર્યું છે. તે ચંદ્રયાન-2નો ભાગ હોવાથી ઇસરોએ તેને ચંદ્રયાન-3 મિશન પર પણ કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્રિવેદીએ દાવો કર્યો હતો કે તેણે લેન્ડરની મૂળ ડિઝાઇનમાં ઘણા ફેરફાર કર્યા છે. જેના કારણે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું. તેણે ઈસરોની બેંગલુરુ ઓફિસમાં ચંદ્રયાન -3 ની ડિઝાઇન પર અને નાસામાં કામ કર્યું 
હોવાનો પણ દાવો કર્યો છે. 

પોલીસનું શું કહેવું છે 
જોકે આ ઘટનામાં સુરત પોલીસનું કહેવું છે કે શખ્સનો દાવો ખોટો છે તે ઈસરોના વૈજ્ઞાનિક નથી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને જો તે ખોટું બોલતો જણાશે તો તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.  

વૈજ્ઞાનિક હોવાના કોઈ પુરાવા નથી
શખ્સના દાવા બાદ કેટલાક સ્થાનિક અખબારોએ ત્રિવેદીના દાવાની સચ્ચાઈ પર સવાલ ઉઠાવતા અહેવાલો પ્રકાશિત કર્યા હતા. "ત્રિવેદીને તેમના દાવાઓ સાબિત કરવા માટે દસ્તાવેજો સાથે ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે તેના દાવાના ટેકામાં કોઈ દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરી શક્યો નથી. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ત્રિવેદી B.Com ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ