બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / surat record break 14723 students Got admission in government schools

ટ્રેન્ડ બદલાયો / વાલીઓનો ખાનગી સ્કૂલોથી મોહભંગ, સરકારી શાળા તરફ ઝુકાવ વધતા સુરતમાં રેકોર્ડબ્રેક 14723 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Dhruv

Last Updated: 03:05 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કોરોનાનાં કારણે આર્થિક સ્થિતિ કથળતા વાલીઓનો હવે શિક્ષણ સમિતિની શાળાઓ તરફ ઝુકાવ વધવા લાગ્યો છે. ત્યારે આ વર્ષે 14723 વિદ્યાર્થીઓએ સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ લીધો.

  • સુરતમાં વાલીઓનો સરકારી શાળાઓ તરફ ઝુકાવ વધ્યો
  • આ વર્ષે 14723 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો
  • શૈક્ષણિક ગુણવત્તા સુધરતા વાલીઓનો ખાનગી સ્કૂલોથી મોહભંગ

સુરતમાં હવે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યાં છે. આ વર્ષે 14723 વિદ્યાર્થીઓએ સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓ છોડીને વિદ્યાર્થીઓએ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો છે. લોકોની આર્થિક સ્થિતિ કથળતા શિક્ષણ સમિતિ તરફ ઝુકાવ વધ્યો છે. તમને જણાવી દઇએ કે, કેટલીક સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી છે.

 

પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં 4થી 5 હજારનું વેઇટિંગ

શહેરના પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં 4થી 5 હજારનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. વરાછા ઝોનમાં 3527 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તો કતારગામ ઝોનમાં 2735 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.

ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવા શિક્ષણે વાલીઓને આકર્ષ્યા

જો કે, આની પાછળના કારણોમાંનું એક મુખ્ય કારણ કોરોનાના કારણે સુરતમાં જે રીતે લોકો આર્થિક સંકળામણ ભોગવી રહ્યાં છે તેના લીધે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યાં છે. તો બીજું કારણ એ છે કે, છેલ્લાં અથાગ વર્ષોના પ્રયત્નો બાદ શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ એવી છે કે જેમાં શિક્ષણનું સ્તર ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવું થઇ ગયું છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં વ્યવસ્થા પણ હવે સુધરી ગઇ છે. જો કે, ઘણાં બધાં એવાં કારણો પણ છે કે, જેના લીધે શિક્ષણ સમિતિ ઘણી વાર વિવાદમાં આવી ચૂકી છે પરંતુ હવે શાળાઓનું શિક્ષણ સુધરવાના કારણે સુરતની પાલણપોર અને મોટા વરાછાની શાળાઓમાં તો 4થી 5 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

શિક્ષણ સમિતિની શાળાઓની વાત કરીએ તો સુરતના લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3732 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, વરાછા ઝોનમાં 3527 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે અને કતારગામ ઝોનમાં 2735 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ હિસાબથી જ લાગી રહ્યું છે કે, સુરતની શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે શિક્ષણથી માંડીને તમામ વ્યવસ્થાઓ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી થઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ