બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Surat Dev Der drove the car in a drunken state and put the young man on the bonnet and made the car run

સુરત / VIDEO: સામાન્ય ટક્કરમાં યુવકને કારના બોનેટ પર બેસાડી 3 કિમી દોડાવી કાર, સુરતમાં નબીરાએ પાર કરી તમામ હદ

Dinesh

Last Updated: 06:24 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દેવ ડેર નામના વ્યક્તિએ નશાની હાલતમાં કાર ચલાવી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત બાદ ફરિયાદી યુવકને કારના બોનેટ પર ચઢાવીને 3 કિલોમીટર સુધી પૂર ઝડપે કાર દોડાવી હતી

 

  • સુરતમાં નબીરાઓને નથી રહ્યો કાયદાનો ડર 
  • કાર અથડાવા મુદ્દે યુવકને બોનેટ પર બેસાડી કાર દોડાવી
  • પોલીસે આરોપી કાર ચાલકની કરી ધરપકડ


સુરતમાં કાર અથડાવા મુદ્દે યુવકને બોનેટ પર બેસાડીને કાર પૂરપાટ દોડાવનાર આરોપી કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવી અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ ફરિયાદી યુવકને કારના બોનેટ પર ચઢાવીને 3 કિલોમીટર સુધી પૂર ઝડપે કાર દોડાવી હતી. અને યુવકનો જીવ જોખમમાં મુક્યો હતો. 

કાર ચાલકની ધરપકડ
આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપીએ પોતે દારૂના નશામાં હોવાનો પણ સ્વીકાર કર્યો છે. ત્યારે પોલીસે આરોપી દેવ ડેર સામે બે ગુના નોંધ્યા છે. જેમાં એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બીજો અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નસામાં ધૂત થઈ બેફામ ડ્રાઈવ કરતા નબીરા બેખોફ બન્યા હોય તેમ વાંરવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. 

પોલીસે આરોપીની ધરપકડ કરી
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, નબીરાએ nexon ગાડી નંબર GJ 05 RD 2379ના બોનેટ પર એક વ્યક્તિને ચઢાવીને પૂર ઝડપે ગાડી હંકારી હતી. આરોપી નશાની હાલતમાં ડ્રાઈવ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવના પગલે પોલીસે આરોપીને દબોચી લીધો છે તેમજ સમગ્ર ઘટનાના પગલે તપાસ પણ હાથ ધરી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આવા નબીરાઓની શાન ક્યારે ઠેકાણે આવશે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ