બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat A quantity of carbide containing mangoes has been seized

કાર્યવાહી / VIDEO:આ કેરી ખાધી તો માંદા પડશો! શોખીનો સાવધાન!, વેપારીઓ સામે કાર્યવાહી

Dinesh

Last Updated: 10:24 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી કાર્બાઇડ યુક્ત કેરીનો જથ્થો ઝડપાયો છે, આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ઉનાળાનો શરૂ થતાની સાથે ફળોના રાજા એટલે કે, કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. પરંતુ આ કેરી તમને અને તમારા પરિવારને બીમાર પણ પાડી શકે છે અને આવી જ બીમાર પાડતી કેરીના જથ્થાને સુરતમાં ઝડપવામાં આવ્યો અને નાશ કરાયો છે.

 

કેરીના શોખીનો સાવધાન!
આ કેરી તમને બીમાર પાડી શકે છે, આવું અમે નથી કહી રહ્યા પરંતુ સુરતમાં ઝડપાયેલો કેરીનો જથ્થો કહે છે. હાલ ઉનાળાને લઈ કેરીની સીઝન શરું થતા સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે. ત્યારે શનિવારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કેમિકલ અને કાર્બાઈડના ઉપયોગથી પકવવામાં આવેલ કેરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એટલું નહીં કેટલાક બોક્સમાંથી કાર્બાઈડની પડીકીઓ પણ મળી આવી હતી. જેથી ખરાબ ફળોનો નાશ કરાયો હતો. સાથે જ વેપારીઓનો નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.

કાર્બાઇડ યુક્ત કેરી વેચાય છે બજારમાં
અહીં એ જાણવું પણ ખુબ જરૂરી બની જાય છે કે, કાર્બાઈડથી પકવેલા ફળો ખાવાથી શું નુકસાની થાય છે. તો આપને જણાવી દઈએ કે, કાર્બાઇડ યુકત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે. કાર્બાઇડથી ચામડી અને આંખમાં બળતરા થઇ શકે છે. તેમજ કાર્બાઇડ ફેફસામાં જવાથી સતત ખાંસી આવે છે. આંતરડાંની દીવાલોને નુકસાન થવાની શક્યતા છે. કાર્બાઇડ પેટમાં જાય તો ઉલટીની સાથે પેટમાં બળતરા થાય છે. કાર્બાઇડની સીધી અસર કિડની અને લીવર પર પડે છે  
    આમ કાર્બાઈડ અને કેમિકલની મદદથી પકવવામાં આવેલી કેરી બીમાર પાડી શકે છે. હાલ તો સુરતમાં આરોગ્ય વિભાગે વેપારીઓને દંડ ફટકારી પાઠ ભણાવ્યો છે. પરંતુ અન્ય વેપારીઓ આવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી. તેવામાં લોકોએ જ જાગૃત થવું પડશે.

વધુ વાંચોઃ જૂનાગઢ વન વિભાગે બીજી વ્હેલ શાર્ક માછલીને કર્યુ સફળ સેટેલાઇટ ટેગિંગ, જાણો શું થશે ફાયદો

કાર્બાઇડથી પકવેલી કેરીની ઓળખ શું ?

  • કેરીને સુંઘવાથી કેમિકલની સુગંધ આવશે
  • કેરીને સુંઘતા જ જલદ અનુભવ થાય છે
  • ફળ પીળા કલરનું હશે પણ વચ્ચેથી લીલું નીકળશે
  • કેરી ખાતી વખતે મોંનો સ્વાદ મરી જાય છે અને બળતરા જેવુ લાગે છે
  • કેરી ખાવાને કારણે ઉલ્ટી, ડાયેરીયા જેવી તકલીફ થાય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ