બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Supreme Court Stays Promotion Of 68 Judicial Officers

BIG BREAKING / ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર રોક: કહ્યું 'આ ચુકાદાઓનું ઉલ્લંઘન'

Priyakant

Last Updated: 12:05 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું કે,અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ, ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર રોક

  • ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશનનો મામલો
  • સુપ્રીમકોર્ટે ગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર લગાવી રોક
  • અરજીમાં પ્રમોશનમાં વરિષ્ઠતાને યોગ્યતા કરતા વધુ મહત્વ અપાયાની હતી દલીલ
  • ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીએ સુપ્રીમમાં કરી છે અરજી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો. 
 
સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ કોર્ટે નોટિસ જાહેરકરી હતી. અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે. 

બેન્ચે તેના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલનો સ્ટે ઓર્ડર એવા પ્રમોટને લાગુ પડશે જેમના નામ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં નથ  જસ્ટિસ શાહે કહ્યું કે, મેરીટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર અને યોગ્યતા કસોટીમાં પાસ થવા પર પ્રમોશન થવું જોઈએ. હાઈકોર્ટની ભલામણો અને સરકારની ત્યારબાદની સૂચના ગેરકાયદેસર છે.

ખંડપીઠે આખરે અરજીનો નિકાલ કર્યો નથી અને માત્ર પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સીજેઆઈ દ્વારા સોંપવામાં આવતા આ બાબતની સુનાવણી યોગ્ય બેંચ દ્વારા કરવામાં આવે, કારણ કે જસ્ટિસ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

જાણો શું હતો સમગ્ર મામલો ? 
સુપ્રીમકોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકેલ જજોમાં એ જજ પણ સામેલ હતા જેમણે રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી અને તેમને દોષિત ઠેરવતાં બે વર્ષની સજા કરી હતી. ગુજરાત સરકારના જ બે ન્યાયિક અધિકારીઓએ 65 ટકા પ્રમોશનના ક્વૉટા હેઠળ 68 જજોના પ્રમોશનને પડકાર્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી સીજેઆઈ કરશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. 

બઢતીને કોણે પડકારી હતી? 
સુપ્રીમકોર્ટમાં જે અધિકારીઓએ આ અરજી દાખલ કરી હતી તેમનું નામ રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતરાય મહેતા છે. બંને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને ખુદ 65 ટકા ક્વૉટા માટે યોજાયેલી પરીક્ષામાં સામેલ પણ હતા. ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી રવિ કુમાર મહેતાને 200 માર્ક્સની પરીક્ષામાં 135.5  માર્ક્સ મળ્યા હતા. જ્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સચિન પ્રતાપ રાય મહેતાએ 148.5 માર્ક્સ મેળવ્યા હતા. બંને જજોને આરોપ મૂક્યો હતો કે પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવાયા હતા. જોકે વધુ માર્ક્સ મેળવનારા અનેક ઉમેદવારોને રિજેક્ટ કરી દેવાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ