બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Supreme Court Questions High Court's Shock Verdict On Child Pornography

ન્યાયિક / 'ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવું ગુનો નથી', હાઈકોર્ટનો ચુકાદો, તમતમી ઉઠી સુપ્રીમ કોર્ટ

Hiralal

Last Updated: 04:17 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર મદ્રાસ હાઈકોર્ટના ગત અઠવાડિયાના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યાં છે.

ગત અઠવાડિયે મદ્રાસ હાઈકોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટનું કહેવું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરવા ગુનો નથી. આ ચુકાદાના અઠવાડિયા બાદ હવે સુપ્રીમ કોર્ટે તેના પર સવાલ ઉઠાવ્યાં છે. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે હાઈકોર્ટ આ પ્રકારનો ચુકાદો કેવી રીતે આપી શકે આ નૃસંસ છે. સુપ્રીમ 
તમિલનાડુ પોલીસ અને આરોપીઓને નોટિસ પણ ફટકારી છે.

મદ્રાસ હાઈકોર્ટનો શું હતો ચુકાદો 
વાસ્તવમાં મદ્રાસ હાઈકોર્ટે એક કેસ પર ચુકાદો આપતા કહ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને તેને ખાનગીમાં જોવી એ ગુનો નથી, તેવો મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો 
જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સ દ્વારા સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો જેની પર આજે સુનાવણી થઈ હતી. જોકે હાઈકોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર ચિંતા વ્યક્ત કરી હતી. અને આરોપીનું કાઉન્સિંલિંગ કરાવવાનો ઓર્ડર કર્યો હતો. 

28 વર્ષીય યુવાનના કિસ્સામાં ચુકાદો 
આ કેસ એક 28 વર્ષીય વ્યક્તિ સાથે સંબંધિત છે. આ શખ્સ પર પોતાના મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ (વીડિયો કે ઓડિયો) ડાઉનલોડ કરવાનો આરોપ છે. જોકે યુવાને આવું કામ ખાનગીમાં કર્યું હતું તેથી હાઈકોર્ટે તેની સામેનો કેસ રદ કર્યો હતો જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાને નૃસંસ ગણાવ્યો છે. 

વધુ વાંચો : ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIના શેરમાં કડાકો, નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનું ગાબડું

પોર્ન જોઈ રહેલા બાળકોને દંડિત કરવાને બદલે શિક્ષિત કરવાની જરુર
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરના એક ચુકાદામાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેના મોબાઇલ અથવા લેપટોપ અથવા કોઈપણ વ્યક્તિગત ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરે છે અથવા જુએ છે, તો તે કૃત્યને પોક્સો એક્ટ અથવા આઇટી એક્ટ હેઠળ ગુનો માનવામાં આવશે નહીં. જસ્ટીસ એન આનંદ વેંકટેશે એસ હરીશ નામના વ્યક્તિ વિરુદ્ધ પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ શરૂ કરેલી કાર્યવાહીને રદ કરી હતી. હરીશ પર તેના મોબાઇલ ફોન પર બે બાળકના વીડિયો ડાઉનલોડ કરીને જોવાનો આરોપ હતો અને આ કેસમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જસ્ટિસ વેંકટેશે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, બાળકો સાથે જોડાયેલા માત્ર અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરવા અને તેમને પ્રાઇવસીમાં જોવા એ ગુનો ન હોઈ શકે. જો કે કોર્ટે ચુકાદાના અંતે યુવાનોમાં વધી રહેલા વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટીસે કહ્યું કે પોર્ન જોઈ રહેલા બાળકોને દંડિત કરવાને બદલે શિક્ષિત કરવાની જરુર છે. 

ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્યારે ગુનો ગણાય 
હાઈકોર્ટે નોંધ્યું હતું કે હરીશે (પોર્ન જોનાર આરોપી) સ્વીકાર્યું છે કે તેને પોર્નોગ્રાફીની લત છે પરંતુ તેણે ક્યારેય ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોઇ નથી. વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે, હરીશે કોઇ અશ્લીલ વીડિયો શેર કર્યા નથી કે અન્ય કોઇને આપ્યા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ આવા વીડિયો ઓનલાઇન અથવા અન્ય માધ્યમથી શેર ન કરે અથવા અન્ય લોકોને વહેંચે નહીં ત્યાં સુધી તેને આ બે કાયદા હેઠળ દોષી ઠેરવી શકાય નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ