બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / supreme court makes mask mandatory in court complex

ચેતી જાને હે મનવા / રાગે-રાગે આવી રહ્યો છે નિયમ ! કોરોના સંકટ વધતાં સુપ્રીમે પરિસરમાં તમામ માટે ફરજિયાત બનાવ્યું માસ્ક

Hiralal

Last Updated: 05:16 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી વાર કોરોના સંકટ વધતાં સુપ્રીમ કોર્ટે તેના પરિસરમાં તમામ માટે માસ્ક ફરજિયાત કરી દીધું છે.

  • દેશમાં દિન પ્રતિદિન વધી રહ્યાં છે કોરોના કેસ
  • 3 રાજ્યોમાં માસ્ક થયું ફરજિયાત 
  • સુપ્રીમ કોર્ટે પણ પરિસરમાં માસ્ક કર્યું ફરજિયાત 

દેશમાં દિનપ્રતિદિન કોરોના વધી રહ્યો છે. દરરોજ 5,000થી વધુ કેસ આવી રહ્યાં છે અને આવી સ્થિતિમાં રાજ્ય સરકારો પણ પોતપોતાની રીતે પ્રતિબંધો લાગુ પાડી રહી છે. હાલમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને પુડુચેરીમાં હેલ્થ વર્કર્સ માટે માટે માસ્ક ફરજિયાત છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે પણ વેળાસર તેના પરિસરમાં માસ્કનો નિયમ લાગુ પાડી દીધો છે. 

હવે નવી લહેરનો કોઈ ખતરો નહીં- નિષ્ણાંતો 
નિષ્ણાતોનું કહેવું છે કે હવે નવી લહેરનો કોઈ ખતરો નથી. કારણ કે, ઓમિક્રોનના સબ-વેરિઅન્ટને કારણે ચેપ ફેલાઈ રહ્યો છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે દેશના એપિડેમિયોલોજિસ્ટનું કહેવું છે કે આ વખતે સંક્રમણ ખૂબ જ નબળું દેખાઈ રહ્યું છે. તે બે દિવસથી વધુ સમયથી દર્દીને બીમાર કરી શક્યું નથી. તદનુસાર, તે સામાન્ય વાયરલ તાવ કરતા ઓછો જીવલેણ છે. 95 ટકા દર્દીઓમાં લક્ષણો પણ દેખાતા નથી.બીમાર પડી રહેલા 5 ટકા દર્દીઓમાં તાવ સામાન્ય છે, જે માત્ર એક કે બે દિવસ સુધી જ રહે છે. પરંતુ, જે લોકોને પહેલાથી જ કોઈ ગંભીર બીમારી છે, તેઓએ આ દિવસોમાં ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. 

તામિલનાડુના આરોગ્ય મંત્રીએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી
તામિલનાડુના આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે મંગળવારે રાજ્યમાં વધતા કોવિડ -19 કેસો વચ્ચે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી.
વિધાનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, લગભગ એક મહિના પહેલા કોવિડના કેસ ઓછા હતા. પરંતુ હાલમાં જ કેસ વધવા લાગ્યા છે. માત્ર તામિલનાડુમાં જ નહીં, દેશના ઘણા રાજ્યોમાં કોવિડના કેસોમાં અચાનક વધારો થયો છે. અમે હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી 1એપ્રિલથી તમામ હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત બનાવ્યું છે. અમે લોકોને માસ્ક પહેરવાની પણ વિનંતી કરી રહ્યા છીએ.

કોરોના કેસમાં વધારો પણ લોકો ન ડરે-સુપ્રીમ કોર્ટ 
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ પણ કહ્યું છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ લોકોએ ગભરાવું જોઈએ નહીં. ઇએમએએ કહ્યું કે અમે પહેલા પણ વાયરસને કંટ્રોલ કર્યો છે, તમે હજી પણ લોકોની મદદથી કરશો. આઇએમએએ લોકોને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ