બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Supreme Court Lalghoom regarding wrongly sending Surat businessman to custody

કડક ટિપ્પણી / 'ગુજરાત હાઇકોર્ટને કહીશું કે જજોને પૂરતી ટ્રેનિંગ આપે', એવો શું બનાવ બન્યો કે સુપ્રીમ કોર્ટ થઇ લાલઘૂમ

Vishal Khamar

Last Updated: 09:53 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વેપારીને ખોટી રીતે કસ્ટડીમાં મોકલવાને લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટને નોટીસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલે સમગ્ર ઘટનાને ભૂલ ગણાવી હતી.

  • સુરતના વેપારીને ખોટી રીતે કસ્ટડીમાં મોકલવાને લઈ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
  • કોર્ટના નિર્ણયને લઇ સુપ્રીમકોર્ટે સોલિસીટર જનરલની હાજરીમાં કરી ટીકા
  • ગુજરાત હાઇકોર્ટને કહેશું કે જજોને પૂરતી ટ્રેઇનિંગ આપે: સુપ્રીમકોર્ટ

 સુરતના વેપારીને છેંતરપિંડીના ગુનામાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ સમગ્ર મામલે વેપારી દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતા વેપારીની ધરપકડ અને રિમાન્ડ આપવામાં આવતા આઈ.એચ.સૈયદે મારફતે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીના આધારે સુરત પોલીસ અને રિમાન્ડ આપનાર સુરતની કોર્ટના જજને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. 

ગુજરાત હાઈકોર્ટને પક્ષકાર તરીકે નોટિસ આપવામાં આવી
સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરતા આશ્ચર્ય સાથે કહ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે અરજદારને આગોતરા જામીન આપ્યા હોય.તો સુરતની કોર્ટ કેવી રીતે  પોલીસ રિમાન્ડ આપી શકે. ત્યારે ગુજરાત રાજ્યની અદાલતો ગુજરાત હાઈકોર્ટ અંતર્ગત આવતી હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટને પક્ષકાર તરીકે નોટિસ પણ આપવામાં આવી છે. સુપ્રીમમાં હાઈકોર્ટનાં પેનલ એડવોકેટ તેમાં ઉપસ્થિત થાય તેવી શક્યતા છે. 

વધુ વાંચોઃ બાપુની સરદાર પટેલ સાથેની એ વાત જે કાયમ માટે અધૂરી રહી ગઇ, જાણો કેમ બોલાવ્યા હતા

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને સૂચન કર્યું
આ સમગ્ર મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ એક ભૂલ છે. ગુજરાતની કોર્ટમાં સામાન્ય રીતે જ્યારે કેસના મેરીટમાં ગયા વગર જામીન આપવામાં આવે છે. તે સમયે તપાસનીશ અધિકારીની અરજી ઉપર ટ્રાયલ કોર્ટ નિર્ણય લેતી હોય  છે. ત્યારે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને તેના તાબામાં આવતા ન્યાયિક અધિકારીઓને યોગ્ય ટ્રેનિંગ આપવા સૂચન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ