બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol will become Hanuman in Ramayana know when the shooting will start

મનોરંજન / શું વાત છે! સની દેઓલ રામાયણમાં ભજવશે હનુમાનનું પાત્ર, તો સીતા-રામ કોણ બનશે?

Megha

Last Updated: 01:23 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતીશ તિવારીની આવનરી ફિલ્મ 'રામાયણ' હેડલાઇન્સમાં છે અને ફિલ્મમાં હનુમાનના રોલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર આ અભિનેતા ભગવાન હનુમાનની ભૂમિકા ભજવશે.

  • નીતીશ તિવારી તેની આવનરી ફિલ્મ 'રામાયણ' માટે હેડલાઇન્સમાં છે. 
  • ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલની પુષ્ટિ થઈ ગઈ છે.

નીતીશ તિવારી લાંબા સમયથી તેની આવનરી ફિલ્મ 'રામાયણ' માટે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મમાં હનુમાનના રોલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ સાથે પણ ફિલ્મમાં કામ કરવા માટે વાતચીત ચાલી રહી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલની પુષ્ટિ થઈ ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર હવે સની દેઓલ નીતીશ તિવારીની 'રામાયણ' ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવશે. સની દેઓલ પહેલીવાર ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને આ માટે તેઓ મે 2024 માં રામાયણ: ભાગ વનમાં તેના ભાગનું શૂટિંગ શરૂ કરશે. દારા સિંહ પછી સની દેઓલ હનુમાનના રૂપમાં જોવા મળશે. 

સૂત્રના જણાવ્યા અનુસાર, નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સની દેઓલની ભૂમિકા નક્કી કરવામાં આવી છે અને તેઓ આ રોલ માટે સંમત થઈ ગયો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "સની દેઓલ જીવનમાં એક વખત ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવાની તક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ એક સ્ટાર કાસ્ટ છે જે ભગવાને પોતે સેટ કરી છે. ભગવાન હનુમાન શક્તિનું પ્રતીક છે અને અત્યારે તે આ ભૂમિકા ભજવી રહ્યા છે.' 

વધુ વાંચો: 'એક દર્શક તરીકે તમારે એ નક્કી કરવું જોઇએ કે...', Animal ફિલ્મની નિંદા પર રણબીર કપૂરે આ શું કહ્યું

આ સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે ફિલ્મમાં રણબીર કપૂર રામ બનશે તો સાઈ પલ્લવી સીતા બનશે અને કૈકેયી લારા દત્તા બનશે. ઉપરાંત એવું પણ કહેવાય રહ્યું છે કે સાઉથનો સુપરસ્ટાર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી શકે છે. જો કે તેના વિશે કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ