બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol was married to Linda aka Pooja Deol Sunny Deol's heart was beating for many Bollywood actresses.

Bollywood / બોલિવૂડની આ હસીનાઓના હૈયામાં ગદર મચાવી ચૂક્યા છે સની દેઓલ, એકની સાથે તો ભાગીને લગ્ન કરવાના હતા

Pravin Joshi

Last Updated: 07:34 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલે લંડનની રહેવાસી લિન્ડા એટલે કે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. તેણે પૂજા સાથે લવ મેરેજ કર્યા હતા, જોકે તેના સિવાય સની દેઓલનું નામ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.

  • સની દેઓલે લંડનની રહેવાસી લિન્ડા એટલે કે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા 
  • સની દેઓલનું દિલ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ માટે ધબકતું હતું
  • સની દેઓલે વર્ષ 1982માં અમૃતા સિંહ સાથે ફિલ્મ બેતાબથી ડેબ્યૂ કર્યું હતું

પોતાના એક્શનથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર બોલિવૂડ સ્ટાર સની દેઓલ ભલે ફિલ્મોમાં લડતો જોવા મળે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ સરળ અને શરમાળ કહેવાય છે. આ એક્શન હીરોની લવ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. સની દેઓલે લંડનની રહેવાસી લિન્ડા એટલે કે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. તેણે પૂજા સાથે લવ મેરેજ કર્યા હતા, જોકે તેના સિવાય સની દેઓલનું દિલ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ માટે ધબકતું હતું. આવો જાણીએ એ કોણ છે જે અભિનેત્રીઓનું સની દેઓલ સાથે અફેર હતું.

ગદર 2નું નવું ગીત 'ખૈરિયત' રીલીઝ, આસું ટપકાવતો જોવા મળ્યો સની દેઓલ, લોકોએ  કહ્યું દિલને ટચ કરી ગયું I Sunny Deol gaddar 2 new song khairiyat song is  released, watch it now

સની દેઓલ અને અમૃતા સિંહ

સની દેઓલે વર્ષ 1982માં અમૃતા સિંહ સાથે ફિલ્મ બેતાબથી ડેબ્યૂ કર્યું હતું, તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, જ્યારે ઓફસ્ક્રીન પણ તેઓ નજીક આવવા લાગ્યા હતા. સની અને અમૃતાએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા પરંતુ આ દરમિયાન પૂજા તેમના જીવનમાં આવી હતી. સની દેઓલના લગ્નના સમાચાર સાંભળીને અમૃતાને આઘાત લાગ્યો હતો.

ક્યાંક મળી જશે તો તેને બહુ મારીશ', સની દેઓલે કેમેરા સામે કોને આપી હતી  ખુલ્લી ધમકી ? | Whom did Sunny Deol openly threaten in front of the camera?

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા

સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાએ આગ કા ગોલા, અર્જુન, ગુનાહ, મંઝિલ-મંઝિલ અને નરસિમ્હા ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે બંને નજીક આવ્યા અને પ્રેમમાં પડ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ડિમ્પલ રાજેશ ખન્નાથી અલગ થઈ ગઈ હતી અને સનીએ પણ લગ્ન કરી લીધા હતા. એવી પણ અફવા હતી કે બંને ભાગીને લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ પૂજા દેઓલને માહિતી મળ્યા બાદ સનીએ પરિવાર પસંદ કર્યો.

ગુજરાતી શેઠની આ દીકરી અને 15 વર્ષની ઉંમરે બૉલીવુડમાં ધૂમ મચાવી દીધી હતી |  know unknown facts about dimple kapadia on her birthday

સની દેઓલ અને રવિના ટંડન

રવિના ટંડન અને સની દેઓલ ફિલ્મ ઝિદ્દી ઔર ક્ષત્રિયના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ એકબીજાને થોડા સમય માટે ડેટ કર્યા હતા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રી

સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રી પહેલીવાર ફિલ્મ ડાકુના શૂટિંગ દરમિયાન એકબીજાને મળ્યા હતા અને ત્યારપછી તેમના અફેરના સમાચારો વહેવા લાગ્યા હતા. જોકે થોડા સમય પછી બંને અલગ પણ થઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ