બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / sunny deol sanjay dutt to play advocate in movie of ram janambhoomi case

મનોરંજન / હવે રામ જન્મભૂમિ કેસ પર પણ ફિલ્મ બનશે, 90ની સાલના આ બે સુપરસ્ટારો કોર્ટમાં કરશે આમને-સામને દલીલો

Arohi

Last Updated: 11:01 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film On Ram Janambhoomi Case: રામ મંદિરને લઈને વર્ષોથી ચાલી રહેલા કેસ વિશે કોણ નથી જાણતું. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને લઈને 1950માં લડાઈ શરૂ થઈ ગઈ હતી અને લગભગ 70 વર્ષ સુધી આ લડાઈ ચાલુ રહી.

  • રામ જન્મભૂમિ કેસ પર પણ ફિલ્મ બનશે
  • 70 વર્ષ સુધી ચાલુ રહી આ લડાઈ 
  • 90ની સાલના આ બે સુપરસ્ટાર્સ બનશે વકિલ

રામ મંદિર કેસનો નિર્ણય 2019માં આવી ચુક્યો છે. પરંતુ આ જુનો કેસ આજે પણ લોકોના મનમાં તાજો છે. લગભગ 7 દશક સુધી અયોધ્યામાં રામ મંદિર બનવાને લઈને કેસ ચાલતો રહ્યો. પહેલા 30 સપ્ટેમ્બર 2010માં ઈલાહાબાદ હાઈકોર્ટે કેસ પર ચુકાદો આપ્યો. જેના બાદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 

2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા સંબંધીત નિર્ણય આપ્યો અને હવે આખા કેસ પર ફિલ્મ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જી હાં, રામ જન્મભૂમિના કોર્ટના વિવાદ પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં બોલિવુડના 90ના દશકના બે સુપરસ્ટાર લીડ રોલમાં હશે. 

આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ 
ફિલ્મને લઈને અમુક તાજી જાણકારી સામે આવી છે. જેના અનુસાર ફિલ્મમાં પક્ષ-વિપક્ષના વકીલની ભુમિકા માટે સની દેઓલ અને સંજય દત્ત સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની શૂટિંગ આ વર્ષે ઓગસ્ટથી શરૂ થશે. 

ફિલ્મમાં સની દેઓલ અને સંજય દત્ત આમને સામને જોવા મળશે. બન્ને કોર્ટમાં એક બીજા વિરૂદ્ધ કેસ લડતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સંપૂર્ણ શૂટિંગ મુંબઈમાં થશે. જ્યાં એક આખો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યો અયોધ્યા મંદિરનો સેટ 
મુંબઈના ફિલ્મ સિટીમાં જ અયોધ્યા મંદિરનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને કોર્ટ રૂમ ડ્રામા માટે કોર્ટ રૂમ બનાવવાનું પણ શરૂ થઈ ચુક્યું છે. જોકે હાલ ફિલ્મ સાથે જોડાયેલી અન્ય ડિટેલ સામે નથી આવી. પરંતુ ફિલ્મમાં સની દેઓલ અને સંજય દત્તની એન્ટ્રીથી તેમના ફેન જરૂર ખુશ થઈ ગયા હશે. 

આ પહેલા પણ સની દેઓલે વકીલની ભુમિકા નિભાવી છે. તેમણે સુપરહિટ ફિલ્મ 'દામિની' ફિલ્મમાં પણ વકીલની ભુમિકા નિભાવી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મમાં વકીલ બનીને બોલવામાં આવેલો તેમનો ડાયલોગ 'તારીખ પર તારીખ...' આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે પણ ઘણા લોકો આ ડાયલોગ બોલતા જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ