બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 09:53 AM, 17 January 2024
ADVERTISEMENT
ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે T20 સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમ આ સીરિઝમાં 2-0થી આગળ છે. આજે T20 સીરિઝની ત્રીજી મેચ રમવામાં આવશે. ભારતના સ્ટાર ખેલાડીએ આ સીરિઝમાં બોલિંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જે બાબતે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ગાવસ્કરનું નિવેદન
હાર્દિક પંડ્યાની ફિટનેસ ચિંતાનો વિષય બની ગઈ છે. ક્રિકેટરસિકો અને ક્રિકેટ નિષ્ણાંતો વચ્ચે શિવમ દુબેનું પ્રભાવશાળી અને શાનદાર પ્રદર્શન ચર્ચાનો વિષય બની ગયું છે. સુનિલ ગાવસ્કરે આ બાબતે જણાવ્યું છે કે. હાર્દિક પંડ્યા ભલે ફિટ હોય પરંતુ શિવમ દુબે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો દાવો કરી ચૂક્યા છે. શિવમ દુબે આ પ્રકારે પ્રદર્શન કરશે તો તેમને ટીમથી બહાર રાખવા ખૂબ જ મુશ્કેલ રહેશે. સિલેક્ટર્સ શિવમ દુબેને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લેશે તો તેમના માટે ખૂબ જ કઠિન નિર્ણય હશે.
ADVERTISEMENT
ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે તૈયાર
સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે, ‘શિવમ દુબે તેમના પ્રદર્શન બાબતે ખૂબ જ સહજ છે. તેઓ તેમની ગેમને ખૂબ જ સારી રીતે જાણે છે. તેઓ કોઈની નકલ કરવાની કોશિશ નથી કરી રહ્યા. છેલ્લી બે મેચમાં શિવમ દુબેનું પ્રદર્શન જોઈને લાગી રહ્યું છે કે, તેઓ ઈન્ટરનેશલ ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે.’
વધુ વાંચો:આગામી 18મીએ શું થશે MS ધોનીનું? દાખલ થયો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન
શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કરીને તમામ લોકોનું દિલ જીતી લીધું છે. T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર બની ગયા છે. શિવમ દુબેએ પહેલી T20 મેચમાં 60 રન અને બીજી T20 મેચમાં 68 રનની ઈનિંગ રમી છે. શિવમ દુબેની અડધી સદીથી ભારતીય ટીમ આ સીરિઝ જીતવામાં સફળ રહી છે અને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.