બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / What will happen next 18th MS Dhoni Defamation case filed, know what the whole case is
Megha
Last Updated: 09:13 AM, 17 January 2024
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના બે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને મિહિરની પત્ની સૌમ્યા દાસે આ કેસ દાખલ કર્યો છે. તેની સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
Defamation case filed in Delhi High Court against MS Dhoni by former business partner Mihir Diwakar#MSDhoni #delhihighcourt
— Bar & Bench (@barandbench) January 16, 2024
Read full story: https://t.co/Yf4hPZ7fAt pic.twitter.com/BKYAKZZdNx
ADVERTISEMENT
એ વાત તો જાણીતી જ છે કે થોડા દિવસો પહેલા ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં અર્કા સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર અને સૌમ્યા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં 15 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
ધોની વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાનું કારણ શું છે
મિહિરે કહ્યું કે તેની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કોર્ટ કોઈ નક્કર નિષ્કર્ષ આપી શકે તે પહેલા ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપો લગાવ્યા. મિહિર અને સૌમ્યાનું કહેવું છે કે મીડિયા દ્વારા આ આરોપોને વધુ રીતે દેખાડવામાં આવ્યા છે જેનાથી તેમની છબી ખરાબ થઈ છે. માનહાનિનો કેસ દાખલ કરતી વખતે તેમણે માંગ કરી છે કે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું બંધ કરવામાં આવે.
અહેવાલો અનુસાર, મિહિર અને સૌમ્યાએ ધોની, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલાક મીડિયા હાઉસ સામે કાયમી મનાઈ હુકમ અને વળતરની વિનંતી કરીને હાઈકોર્ટનો નો દરવાજો ખટખટાવ્યો છે. તેણે મુકદ્દમામાં કહ્યું છે કે X (અગાઉ ટ્વિટર), ગૂગલ, યુટ્યુબ, મેટા (ફેસબુક) અને ઘણા ન્યૂઝ પ્લેટફોર્મ પર તેની વિરુદ્ધ ઘણા માનહાનિભર્યા લેખો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમને પણ દૂર કરવા જોઈએ.
વધુ વાંચો: T20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડિયાના આ 2 ધૂરંધર ખેલાડીઓ માટે ગુડ ન્યુઝ, BCCI આપી શકે છે મોટી ભેટ
શું છે આખો મામલો
ધોની અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે 2017માં બિઝનેસ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ભારતમાં અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવાની હતી. એવો આરોપ છે કે આ ડીલમાં જે શરતો પર સહમતિ થઈ હતી તેનું પછીથી પાલન કરવામાં આવ્યું ન હતું. ધોનીના વકીલના જણાવ્યા અનુસાર, કેપ્ટન કૂલને સમગ્ર ફ્રેન્ચાઇઝી ફી મળશે અને નફો ધોની અને તેના પાર્ટનર વચ્ચે 70:30ના આધારે વહેંચવામાં આવશે તે અંગે સહમતિ બની હતી. પરંતુ બિઝનેસ પાર્ટનર ધોનીની જાણ વગર જ એકેડેમી ખોલવાનું શરૂ કરી દીધું અને કોઈ પૈસા ચૂકવ્યા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.