બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Sun sets on Chandrayaan-3 as Moon goes back into frigid darkness

મૂન મિશન / ચંદ્રયાન-3ના વિક્રમ અને રોવર સાથે આ શું બન્યું? 14 લૂનર ડેમાં પણ ન જાગ્યાં, ચંદ્ર પર હવે ફરી રાત

Hiralal

Last Updated: 04:59 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્ર પર ફરી રાત પડી હોવાથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરીથી 14 દિવસની રાતમાં સ્લીપ મોડમાં રહેશે.

  • ચંદ્ર પર ફરી શરુ થઈ 14 દિવસની રાત 
  • 14 દિવસના લૂનર ડેમાં ન જાગી શક્યા વિક્રમ-રોવર
  • 14 દિવસની રાત બાદ ફરી જગાડવાનો પ્રયાસ કરાશે

ચંદ્રયાન-3ના  વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું હવે શું થશે? આ સવાલનો જવાબ કદાચ હવે આપવો આઘરો છે. ચંદ્ર પર ફરી પાછી લોહી જમાવતી ઠંડી સાથે રાતની શરુઆત થઈ છે જે પૃથ્વીના 14 દિવસ રહેશે. આવી સ્થિતિમાં હવે તે ફરી એક્ટિવ થશે કે નહીં, તે એક મોટો સવાલ છે. સફળતાપૂર્વક કામ પૂરુ કરીને 14 લૂનર નાઈટમાં સ્લીપ મોડમાં રહ્યાં બાદ વિક્રમ અને રોવર જાગ્યા નથી. 

ચંદ્ર પર રાતને કારણે શિવશક્તિ પોઈન્ટ અંધારામાં 
ચંદ્ર પર સૂર્ય આથમી ગયો છે. આ સાથે ચંદ્રયાન 3ના રોવર અને લેન્ડરના ફરીથી જાગવાની આશા પણ ધૂંધળી થતી દેખાઈ રહી છે. ચંદ્ર પર રાત પડ્યા બાદ શિવશક્તિ પોઈન્ટ ફરી અંધકારમાં ગરકાવ થઈ ગયો છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન 3 લેન્ડ થયું હતું. ચંદ્ર પરની રાત પૃથ્વીના 14 દિવસ બરાબર છે. 30 સપ્ટેમ્બરથી શિવશક્તિ પોઇન્ટ પર સૂર્યપ્રકાશ ઓછો થવા લાગ્યો હતો. 

ઘણા પ્રયાસો કરાયા છતાં જાગી ન શક્યાં 
મિશન પૂર્ણ થયા બાદ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર, પ્રજ્ઞાન અને વિક્રમને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. તે સમયે ચંદ્ર પર રાત થવાની હતી અને ત્યાંની રાતો એકદમ ઠંડી હોય છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 14 દિવસનું ચક્ર પૂર્ણ થયા બાદ જ્યારે સૂર્ય ફરીથી ઉગશે, ત્યારે પ્રજ્ઞાન અને વિક્રમ ફરીથી સક્રિય થશે. બેંગલુરુથી યુરોપિયન સ્ટેશનો કોરુ અને એસ્ટાર્ક દ્વારા તેને જગાડવાના પ્રયાસો કરાયા હતા જોકે તે જાગી શક્યા નહોતા. 

ચંદ્રયાન-3નો ટૂંકો ઈતિહાસ 
23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ થયું હતું. આ પછી, ભારત આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3 જ્યાં લેન્ડ થયું હતું તેને શિવશક્તિ પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે. તે માન્ઝિનુસ સી અને સિમ્પ્લિયસ એન ક્રેટર્સ વચ્ચે ઉત્તર ચંદ્ર ધ્રુવથી લગભગ 4200 કિમી દૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ