બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / suicide and depression early symptoms in hindi by experts

હેલ્થ / શું તમે તો ડિપ્રેશનના શિકાર તો નથી ને? 90% લોકોમાં આ લક્ષણ સૌથી વધુ સામાન્ય, ડોક્ટરે ચેતવ્યા

Kishor

Last Updated: 07:04 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિંતા, ડર અને મૂંઝવણથી થતી શરૂઆત ડિપ્રેશન બની જાય છે. જે બાદમાં અનેક સમસ્યાઓનું કારણ બને છે. હાલ આ ઉપાધીથી અનેક લોકો પીડાઈ રહ્યા છે.

  • દુનિયાભરમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે : સર્વે 
  • ચિંતા, ડર અને મૂંઝવણથી થતી શરૂઆત ડિપ્રેશન બની જાય
  • 14 વર્ષથી 30 વર્ષની ઉંમરમાં આ સમસ્યા વધુ

ડિપ્રેશન એક એવી સમસ્યા છે જે ધીમે ધીમે મોટુ સ્વરૂપ ધારણ કરે છે. આ એવી સમસ્યા છે જે વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી મજબુર કરી શકે છે. ચિંતાની વાત એ છે કે આજે પણ લોકો આ સમસ્યા અંગે વાત કરવાથી દૂર ભાગે છે. કોઈની મેન્ટલ હેલ્થ ખરાબ થઇ રહી હોઈ તો તેણે લક્ષણ પણ દેખાતા નથી. ચિંતા, ડર અને મૂંઝવણથી થતી શરૂઆત ડિપ્રેશન બની જાય છે. જે બાદમાં અનેક સમસ્યાઓનું કારણ બને છે.

આ 5 વસ્તુઓ તમને ડિપ્રેશન તરફ દોરે છે, જોઈ લો તમારી સાથે તો આવું કંઈ નથી  થતું | Know how lifestyle can cause depression

અમેરિકન સાઈકેટ્રી એસોસિઅનના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ભાગદોળથી ભરેલા જીવનને લીધે હાલત વધુ ખરાબ થઇ ગયા છે. 14 વર્ષથી 30 વર્ષની ઉંમરમાં આ સમસ્યાના વધુ કેસ સામે આવી રહ્યા છે. મોટાભાગના કેસમાં લોકોને ખબર જ નથી હોતી કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે...
હવે સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે ખબર પડે કે તમે ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા છો. આ અંગે ડૉક્ટરનું કહેવું છે કે શરૂઆતના લેવલમાં ડિપ્રેશનના લક્ષણની ઓળખ કરી તેનો ઈલાજ કરી શકાય છે. પરંતુ આજે પણ લોકો માનસિક સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર સાથે વાત કરવાનું ટાળે છે. આજ મોટુ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર બની જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે. માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃતતા લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા ડિપ્રેશનના લક્ષણોને ઓળખવા જરૂરી છે. જે 90 ટકા દર્દીમાં જોવા મળે છે.

ડિપ્રેશનથી ગભરાશો નહીં, આજથી જ અજમાવો આ ઉપાય ને દૂર કરો તમારું ટેન્શન |  Don't be afraid of depression, try this remedy from today and remove your  tension

આર્ટેમિસ હોસ્પિટલ ગુરુગ્રામના હેડ કંસાલ્ટન્ટ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયર સાઇન્સ ડૉ. રાહુલ ચંડૉકે આ 11 લક્ષણ જણાવ્યા છે. 

  • - વ્યક્તિને અચાનક ભૂખ ઓછી કે વધુ લાગવાનું શરુ થવા લાગે છે.
  • - મગજમાં નેગેટિવ વિચાર આવવાનું શરુ થાય
  • - હંમેશા થકાવટ જેવું લાગવુ
  • - પોતાને બેકાર સમજવું
  • - કોઈ કામમાં મન ન લાગવું.
  • - ઊંઘની પેટર્ન બદલાઈ જવી.
  • - ખોટું ખોટું હંસીને ભાવનાઓ છુપાવવાનો પ્રયાસ કરવો.
  • - એકલું રહેવાનું મન થાય.
  • - કોઈ કામ કરવામાં ખુશી ન થાય
  • - દુઃખદ ઘટનાને યાદ કરતું રહેવું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ