બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Suhana turned 23, Shahrukh Khan robbed daughter of love like this, shared video

બોલિવૂડ / 23 વર્ષની થઈ સુહાના, શાહરુખ ખાને આવી રીતે દીકરી પર લૂંટાવ્યો પ્યાર, શેર કર્યો વીડિયો

Vishal Khamar

Last Updated: 10:11 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને દીકરી સુહાનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અભિનેતાએ તેની પુત્રીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સુહાના સ્કેટિંગ પહેરીને ગોળ-ગોળ ફરતી જોવા મળે છે.

  • સુહાના ખાન આજે 22 મે એ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે
  • ચાહકોએ સુહાના ખાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
  • સુહાના ખાન ટૂંક સમયમાં અભિનયની દુનિયામાં પહેલું પગલું ભરશે

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજે 23 વર્ષની થઈ ગઈ છે. આ દિવસે સેલિબ્રિટીની સાથે સાથે ચાહકોએ પણ સુહાનાને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ગૌરીએ વર્ષ 2000માં સુહાનાને જન્મ આપ્યો હતો. શાહરૂખ પોતાના દિકરીને ખૂબ પ્રેમ કરે છે. તેથી જ શાહરૂખ ખાન તેની પુત્રીને દરેક કામમાં સાથ અને પ્રોત્સાહન આપતા જોવા મળે છે. ત્યારે સુહાનાના 23માં જન્મદિવસ પર શાહરૂખ ખાને દીકરીનો એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સુહાના સ્કેટિંગ પહેરીને ગોળ-ગોળ ફરતી જોવા મળે છે.
શાહરૂખ ખાનની પોસ્ટ પર ચાહકોએ પોતાની પ્રતિક્રિયા આપી
વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાના ખાને બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. વીડિયોમાં સુહાના ખાન સ્કેટ પહેરીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ વીડિયોને શેર કરતા સુહાના ખાને કેપ્શનમાં લખ્યું, "આજનો દિવસ તમને હંમેશ માટે ખુશ કરવાનો દિવસ છે. લવ યુ બેબી." શાહરૂખ ખાનની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ચાહકોએ સુહાના ખાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
શાહરૂખ ખાનની આ પોસ્ટ પર ચાહકો સુહાના ખાનને તેના જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે, તો કેટલાક લોકો શાહરૂખને સુહાનાનો હાથ પણ માંગી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, "અભિનંદન અને ભગવાન તમને બંનેને આ સુંદર સફર માટે આશીર્વાદ આપે. ઘણો પ્રેમ." તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે, જમાઈની અરજી ક્યાં સબમિટ કરવી? શાહરૂખ ખાનની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું, "શાહરુખ તું તારી દીકરીને ખૂબ પ્રેમ કરે છે? અને અમે પણ કરીએ છીએ."
સુહાના ખાન ફિલ્મ દ્વારા અભિનયની દુનિયામાં પહેલું પગલું ભરશે
કામની બાબતમાં વાત કરીએ તો સુહાના ખાન પિતા શાહરૂખ ખાનની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે. સુહાના ટૂંક સમયમાં ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા મળશે. સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા સ્ટારર આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સુહાના ખાન આ ફિલ્મ દ્વારા અભિનયની દુનિયામાં પહેલું પગલું ભરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ