બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / sugar free pills tablets side effect can cause cancer and weight gain related problems

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીઝનાં દર્દીઓએ શુગર-ફ્રી પિલ્સ લેવી જોઈએ કે નહીં? શરીરમાં થઈ શકે છે ભયાનક સાઈડ-ઈફેક્ટસ્

Vaidehi

Last Updated: 04:50 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીઝનાં દર્દીઓ મોટાભાગે પોતાની ચા/કૉફીમાં ખાંડની જગ્યાએ શુગર-ફ્રી ટેબલેટ્સનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે આ પિલ્સથી શરીર પર કેવી અસર થાય છે?

  • ડાયાબિટીઝનાં દર્દીઓ શુગર-ફ્રી પિલ્સનો ઉપયોગ કરે છે
  • શુગરની જગ્યાએ આ પિલ્સથી ફુડમાં મીઠાશ આવે છે
  • પણ આ પિલ્સ શરીર માટે અત્યંત હાનિકારક હોય છે

ડાયાબિટીઝનાં દર્દીઓ મોટાભાગે પોતાની ચા/કૉફીમાં ખાંડની જગ્યાએ શુગર-ફ્રી પિલ્સનો ઉપયોગ કરે છે. જે લોકો ડાયાબિટીઝની બોર્ડરલાઈન પર છે કે જેમણે ખાંડનું સેવન નથી કરવાનું તેઓ પણ આ પિલ્સનો ઉપયોગ કરતાં હોય છે. આ શુગર-ફ્રી પિલ્સ ખાદ્ય પદાર્થને ગળ્યું બનાવે છે. પણ શું આ શુગર-ફ્રી પિલ્સ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે ?

શુગર-ફ્રી પિલ્સ ખાવાથી નુક્સાન થાય છે
શુગર-ફ્રી પિલ્સમાં રહેલ કૃત્રિમ મિઠાસ પેદા કરનારા રસાયણ શરીર માટે હાનિકારક હોય છે. તેમાં એસ્પાર્ટેમ, એસેસુલ્ફેમ પોટેશિયમસ સુક્રાલોઝ વગેરે જેવા રસાયણ ભેળવવામાં આવે છે જે લાંબા સમયસુધી ખાવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થવા લાગે છે. તેનું નિયમિત અને વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ અસ્થિર થઈ શકે છે, વજન વધી શકે છે અને કિડની પર પણ અસર થઈ શકે છે.તેથી ડાયાબિટીઝનાં દર્દીઓએ શુગર પિલ્સની જગ્યાએ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક અન્ય વિકલ્પો શોધવા જોઈએ.

શુગર ફ્રી પિલ્સની સાઈડ ઈફેક્ટ્સ

  • કૃત્રિમ શુગર લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.
  • કૃત્રિમ શુગર સબસ્ટીટ્યૂટ્સ જેવા કે એસ્પાર્ટેમ, સુક્રાલોઝ, એસેસુલ્ફેમ વગેરે લાંબા સમય સુધી લેવાથી શરીરમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
  • આ કૃત્રિમ શુગરનાં રાસાયણિક સંઘટનનાં કારણે કેન્સર, હાર્ટ-ડિસીઝ અને વજન વધવા જેવી બીમારીઓ થઈ શકે છે.
  • શુગર ફ્રી પિલ્સથી વજન ઘટતું નથી. કેટલીક જાહેરાતો દાવો કરે છે પણ આ પિલ્સનાં વધારે સેવનથી નિંદર ન આવવી, અશાંતિ, ચિડચિડયાપણું, માથાનો દુ:ખાવો, સંધિવાનો દુ:ખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ડાયાબિટીઝનાં દર્દીઓએ આ કૃત્રિમ શુગરનાં સેવનથી બચવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ