બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભાવનગર / Such carelessness should never be done after a dog bite: Only 8-year-old child dies in Bhavnagar

ચેતવણીરૂપ કિસ્સો / કૂતરું કરડે પછી ક્યારેય ન કરવી જોઈએ આવી બેદરકારી: ભાવનગરમાં માત્ર 8 વર્ષના બાળકનું થયું નિધન

Malay

Last Updated: 02:53 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરના લોલિયા ગામમાં 8 વર્ષના મુકેશ મોરીને શ્વાન કરડ્યાના બે માસ બાદ હડકવા ઉપડતા હોસ્પિટલમાં ખસેડાયો, ટૂંકી સારવાર બાદ બાળકનું નિપજ્યું મૃત્યુ.

  • 8 વર્ષના બાળકને શ્વાન કરડતા મૃત્યુ 
  • સારવાર ન કરાવતા હડકવા ઉપડતા થયું મૃત્યુ 
  • એન્ટી રેબિસ રસી ન આપવામાં આવી હોવાનો ખુલાસો

Bhavnagar News: ગુજરાત (Gujarat)માં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં રખડતા શ્વાને 8 વર્ષના બાળકનો જીવ લીધો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 
 શ્વાન'માં આ છે વિશ્વની સૌથી મોંઘી પ્રજાતિ: જેની કિંમત છે લાખોમાં, સારસંભાળ  લેવા કઇ-કઇ કાળજી રાખવી હિતાવહ | Things you didn't know about dogs learn  from the experts

બાળકની સારવાર ન કરાવતા હડકવા ઉપડતા થયું મૃત્યુ 
ભાવનગરના લોલિયા ગામે રહેતા શ્રમિક પરિવારના મુકેશ નીરદાસભાઈ મોરી નામના 8 વર્ષના બાળકને 2 માસ અગાઉ શ્વાન કરડ્યું હતું. જે બાદ મુકેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નહોતો. સાથે જ તેને એન્ટી રેબિક રસી પણ અપાવવામાં આવી નહોતી. 

પરિવારની બેદરકારીના લીધે બાળકે ગુમાવ્યો જીવ 
બે માસ બાદ મુકેશને હડકવા ઉપડતા માતા-પિતા તેને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નિપજ્યું છે. કૂતરું કરડ્યા બાદ રસી ન આપવવાને કારણે બાળકને હડકવા ઉપડ્યો હતો. પરિવારની બેદરકારીના લીધે બાળકે જીવ ગુમાવ્યો છે. 

કૂતરું કરડે તો હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે, અમદાવાદના વેટરનરી સર્જન ડો. કિશોર ટ્રાન્સડિયાએ જણાવ્યું કે હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.  

કૂતરું કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ