બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Such an idol of Mother Lakshmi which is not taken home even by mistake on Diwali, know what things should be taken care of

ખાસ ધ્યાન રાખજો / દિવાળી પર ભૂલથી પણ ઘરે ન લઈ આવતા માતા લક્ષ્મીની આવી મૂર્તિ, જાણો કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

Dhruv

Last Updated: 06:50 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.

  • દિવાળીનો તહેવાર 24 ઓક્ટોમ્બરે ઉજવવામા આવશે
  • માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
  • દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા થાય છે
  • દિવાળીના અવસર પર ઘરમાં દેવી લક્ષ્મીની કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ

આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોમ્બરે ઉજવવામા આવશે. દિવાળીની સાથે આ દિવસે નરક ચર્તુદર્શી પણ છે. હિંદુ કેલેન્ડર મુજબ દિવાળી દર વર્ષે કારતક  મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા આવ્યા હતા. જેની ખુશીમાં તમામ નગરવાસીઓએ તેમના ભગવાન રામના સ્વાગત માટે દીવા પ્રગટાવ્યા હતા. બીજી તરફ એક માન્યતા એવી પણ છે કે આ દિવસે દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. આ કારણે દિવાળી પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ, કુબેર અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દિવાળી પર ઘણાં લોકો તેમના ઘરે માતા લક્ષ્મીનો નવો ફોટો અથવા મૂર્તિ લાવે છે. પરંતું શું તમે જાણો છો કે તમારે ઘરમાં માતા લક્ષ્મીની કેવા પ્રકારની મૂર્તિ અથવા ફોટો લાવવો જોઈએ? માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. પરુંતું જો તમે માતા લક્ષ્મીનો યોગ્ય ફોટો કે મૂર્તિ ઘરમાં નથી રાખતા તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. દિવાળીના અવસર પર આવો જાણીએ કે ઘરમાં દેવી લક્ષ્મીની કેવા પ્રકારની મૂર્તિ રાખવી જોઈએ.

માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
વાસ્તુ અનુસાર ઘરમાં માતા લક્ષ્મીને ફોટો હંમેશા આર્શીવાદની મુદ્રામાં રાખવો જોઈએ. આવો ફોટો લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો એક સાથે ફોટો પણ લગાવી શકો છો. જેના કારણે માતા લક્ષ્મીની કૃપા આખા પરિવાર પર બની રહે છે. આ સિવાય ઘરમાં માતાનો એવો ફોટો પણ લગાવી શકો છો જેમાં તેમના હાથમાંથી પૈસાનો વરસાદ થતો હોય. તેનાથી આર્થિક સંકડામણ દૂર થાય છે.

માતા લક્ષ્મીની આવી તસ્વીર કે મૂર્તિ ન લાવવી
1. માતા લક્ષ્મીનો આવો ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. જેમાં તે ક્રોધિતરૂપમાં જોવા મળે છે અથવા તો રાક્ષસોના મારી રહી છે. માતા લક્ષ્મીનો આવો ફોટો ઘરમાં લગાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

2. દિવાળીની પૂજા દરમ્યાન દેવી લક્ષ્મીની પ્રતિમાને ઉભી સ્થિતિમાં ન રાખો. માતા લક્ષ્મીની બેઠેલી પ્રતિમા હંમેશા ઘરમાં રાખો.

3. દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે અને ઘુવડ પણ ચંચળ સ્વભાવનું હોય છે. તેથી દેવી લક્ષ્મીની મૂર્તિને ક્યારેય ધુવડ પર બેઠીલી સ્થિતિમાં ન રાખવી જોઈએ.

4. માતા લક્ષ્મીની મૂર્તિને ક્યારેય પણ દીવાલ પાસે ન રાખવી જોઈએ. વાસ્તુમાં તેને દોષ તરીકે જોવામાં આવે છે. મૂર્તિ અને દિવાલ વચ્ચે અંતર રાખવું જોઈએ.

5. વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિ હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ, તો જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

6. દેવી લક્ષ્મીની એકથી વધુ મૂર્તિ ક્યારેય મંદિરમાં ન રાખો. શાસ્ત્રોમાં આને વર્જિત માનવામાં આવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ