બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Success story of Arvind who got 86th rank UPPSC, once sold fruits now became DSP

પ્રેરણાત્મક / ફળ વેચનાર બન્યો DSP: માતાનું નિધન, પછી પિતાને થયો લકવો, ફળની લારી સંભાળી... અરવિંદની સક્સેસ સ્ટોરી

Megha

Last Updated: 12:08 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને અરવિંદ સોનકર વિશે જણાવશું જેનો પરિવાર ફળોની લારી ચલાવે છે અને ઘણી પરિસ્થિતિ સામે લડ્યા બાદ અરવિંદે UPPSC PCS 2022 ની પરીક્ષા પાસ કરી હતી

  • પિતાની ફળની લારી સંભાળી, હવે ડીએસપી બન્યો
  • અરવિંદે UPPSC PCS 2022 ની પરીક્ષા પાસ કરી હતી
  • અરવિંદની માતાનું બે મહિના પહેલા કેન્સરને કારણે અવસાન થયું

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની PCS 2022 પરીક્ષા એટલે કે UPPSC PCS 2022 પાસ કરનારા વિદ્યાર્થીઓના સંઘર્ષની કહાનીઓ હાલ ઘણી ચર્ચામાં છે. એવામાં આજે અમે તમને અરવિંદ સોનકર વિશે જણાવશું જેનો પરિવાર ફળોની લારી ચલાવે છે અને ઘણી પરિસ્થિતિ સામે લડ્યા બાદ અરવિંદે UPPSC PCS 2022 ની પરીક્ષા પાસ કરી હતી

પિતાની ફળની લારી સંભાળી, હવે ડીએસપી બન્યો
અરવિંદ સોનકર મઉ જિલ્લાના નાસોપુર ગામનો રહેવાસી છે અને તેના પિતા ગોરખ સોનકર ફ્રૂટનો સ્ટોલ લગાવતા હતા. બન્યું એવું કે અરવિંદની માતાનું બે મહિના પહેલા કેન્સરને કારણે અવસાન થયું હતું અને તેના થોડા દિવસો પછી પિતા ગોરખ સોનકરને પણ લકવો થયો હતો. જણાવી દઈએ કે અરવિંદ સિવાય પરિવારમાં પાંચ બહેનો અને બે ભાઈઓ છે. તેમના પિતાનિ એ બીમારી પછી મામાએ  પરિવારને મદદ કરી હતી અને એ સાથે જ તેને પિતાના ફળની લારી સંભાળી હતી. 

86મો રેન્ક મેળવીને DSP બનશે
આ પરિસ્થિતિ બાદ મામાની મદદને કારણે અરવિંદને અભ્યાસ માટે સમય મળ્યો અને તે પરિવારની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. હવે અરવિંદ PCS 2022ની પરીક્ષામાં 86મો રેન્ક મેળવીને DSP બનશે. દીકરાની સફક્ત પર પિતા બોલ્યા હતા કે, 'હું ફળો વેચું છું અને અમે ફળો વેચીને અમારા દીકરાને ભણાવ્યો છે. હવે તેનું સિલેક્શન થઈ ગયું છે તો આનાથી વધુ ખુશી શું હોઈ શકે. આટલી મોટી સફળતા મળશે એવું અમે ક્યારેય વિચાર્યું ન હતું. 

આ સાથે જ અરવિંદના ભાઈએ જણાવ્યું હતું કે કે અરવિંદ કોરોના સમયે ઘરે આવ્યો હતો અને પિતાની મદદ કરવા ફળો વેચતો હતો, 'અમારી મહેનત રંગ લાવી છે. આ સપનું અમે નાનપણથી જ જોતા હતા. એક સમયે અમારી માતા ટોપલીમાં ફળો વેચતી પં બે મહિના પહેલા તેમનું અવસાન થયું હતું.'

જણાવી દઈએ કે અરવિંદે પહેલા પણ UPPSC માટે પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આ વખતે 86મો રેન્ક મેળવીને અરવિંદની ડીએસપી પદ માટે પસંદગી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ