બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Stoneman in Vadodara: 1,628 stones came out of 35-year-old patient's body, even doctors who operated were stunned

સફળ સર્જરી / વડોદરામાં પથરીમેન: 35 વર્ષીય દર્દીના શરીરમાંથી નીકળી 1,628 પથરી, ઓપરેશન કરનાર ડોકટરો પણ રહી ગયા દંગ

Vishal Khamar

Last Updated: 06:46 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 35 વર્ષીય એક યુવકને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હોઈ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ર્ડાક્ટરે યુવકની સોનોગ્રાફી કરાવતા યુવકને પિતાશયની પથરીનો દુઃખાવો છે. જે બાદ ર્ડાક્ટર દ્વારા યુવકનું ઓપરેશન કરતા યુવકનાં પેટમાંથી 1628 પથરીઓ નીકળી હતી.

  • વડોદરામાં 35 વર્ષીય દર્દીનાં શરીરમાંથી નીકળી 1628 પથરી
  • નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં કરવાનાં આવી લેપ્રોસ્કોપિ સર્જરી
  • સોનોગ્રાફી બાદ ખબર પડી કે આ પિતાશયની પથરીનો દુઃખાવો છેઃ ર્ડા. લલિત મછાર 

 વડોદરામાં 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણે નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવી હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ર્ડાક્ટરે તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકળી હતી. ત્યારે લેપ્રોસ્કોપિક સર્જન ર્ડા. લલિત મછાર, ર્ડા. જીતેન્દ્ર મિસ્ત્રી અને ર્ડા. તુષાર ચોક્સીએ સફળ ઓપરેશન કર્યું હતું. 

સોનોગ્રાફી બાદ ખબર પડી કે પિતાશયની પથરીનો દુઃખાવો છેઃ ર્ડા.લલિત મછાર

લેપ્રોસ્કોપી સર્જન ર્ડા. લલિત મછારે જણાવ્યું હતું કે,  મોહમ્મદ પઠાણ જ્યારે દાખલ થયા ત્યારે તેઓ ઈમરજન્સી દર્દી તરીકે દાખલ થયા હતા અને દર્દીને પેટમાં સખ્ત દુખાવો હતો.  જે બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. જે બાદ સોનોગ્રાફીમાં ખબર પડી કે  તેને પિતાશયની પથરીનો દુઃખાવો છે. જે બાદ એને સીટી સ્કેન મારફતે તપાસ કરવામાં આવી. ત્યારે જે તે સમયે ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  પરંતું તે સમયે તેમને ન્યુમોનાઈટીસ થયો હતો. ત્યારે આ જે ઓપરેશન છે તે સંપૂર્ણ પણે વ્યક્તિને બેભાન કર્યા બાદ જ કરવામાં આવે છે.  ગત રોજ આ સર્જરી કરવામાં આવી હતી. 

મોહમ્મદ પઠાણ (દર્દી)

પથરીનાં દુઃખાવાનાં લક્ષણો
પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. પથરી રેતીનાં નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે. શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વિશેષ પીડા થવી, ડૂંટીમાં, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં શૂળ ભોંકાય તેવી ભયંકર વેદના થવી. મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, મોળ આવવી, ઊલટી જેવું થવું, પેશાબમાં લોહી જવું, બળતરાં થવી, પેશાબમાં ચેપ થવો વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર

  • રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
  • ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. 
  • નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.
  • જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.
  • કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.
  • પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે. 
  • અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે. 
  • દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી.
  • લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  • લીંબુના રસમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને દિવસમાં બેવાર પાણી સાથે પીવાથી પથરીમાં ફાયદો થાય છે. 
  • તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું સેવન કરવાથી પથરીમાં રાહત થાય છે અને તે આપોઆપ ઓગળી જાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ