બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Stock market closes today: will not open on Friday, MCX will open at 5 pm, only 17 days of trading in April

સ્ટોક માર્કેટ અપડૅટ / શેરબજાર આજે Close: શુક્રવારે પણ નહીં ખુલે, સાંજના 5 વાગ્યે MCX થશે ઓપન, એપ્રિલમાં માત્ર 17 દિવસ જ થઇ શકશે વેપાર

Megha

Last Updated: 09:54 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSEની રજાઓની યાદી અનુસાર આજે મહાવીર જયંતિ નિમિત્તે નવા નાણાકીય વર્ષની પહેલી શેરબજારની રજા છે અને  7 એપ્રિલે ગુડ ફ્રાઈડેના અવસરે બજાર બંધ રહેશે.

  • આ અઠવાડિયે સાપ્તાહિક રજા સહિત ચાર દિવસ શેરબજાર બંધ રહેશે
  • 7મી એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી ફરીથી બજારમાં કારોબાર પર બ્રેક લાગશે
  • મહિનામાં માત્ર 17 દિવસનો વેપાર થશે

જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે આ અઠવાડિયે સાપ્તાહિક રજા સહિત ચાર દિવસ શેરબજાર બંધ રહેશે. અઠવાડિયાની પહેલી રજા આજે એટલે કે 4 એપ્રિલ 2023ના રોજ છે અને તે પછી 7મી એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી ફરીથી બજારમાં કારોબાર પર બ્રેક લાગશે. 7 એપ્રિલ શુક્રવાર એટલે કે આ પછી શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. 

2023માં બજારમાં કુલ 15 રજાઓ 
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની રજાઓની યાદી અનુસાર આજે મહાવીર જયંતિ નિમિત્તે નવા નાણાકીય વર્ષની પહેલી શેરબજારની રજા છે અને  7 એપ્રિલે ગુડ ફ્રાઈડેના અવસરે બજાર બંધ રહેશે. નોંધનીય છે કે શેરબજારમાં વર્ષ 2023ની રજાઓની યાદી પહેલાથી જ BSE વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. આ મુજબ  શેરબજાર કુલ 15 દિવસ બંધ રહેવાની હતી જેમાં હજુ 12 રજાઓ બાકી છે. આ રજાની યાદમાંથી બે રજા આ અઠવાડિયે આવી રહી છે. 

મહિનામાં માત્ર 17 દિવસ વેપાર થશે
એપ્રિલ 2023માં શેરબજારમાં રજાઓની યાદી આ અઠવાડિયે મર્યાદિત નથી પણ આવતા અઠવાડિયે પણ બજારમાં એક દિવસની સત્તાવાર રજા રહેશે. 14 એપ્રિલે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે અને આ અવસર પર બજાર બંધ રહેશે. એટલે કે કુલ મળીને શેરબજાર એપ્રિલમાં કુલ 13 દિવસ બંધ રહે છે, જેમાં ત્રણ રજાઓ અને સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.  આ રીતે રજાઓ બાદ કરીને આ મહિનામાં માત્ર 17 દિવસનો વેપાર થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સત્તાવાર વેબસાઇટ www.bseindia.com પર જઈને શેર માર્કેટ હોલિડે વિશે વધુ માહિતી મેળવી શકો છો.

જોકે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સવારના સત્ર દરમિયાન બંધ રહેશે પણ તે સાંજના સત્ર માટે સાંજે 5 વાગ્યે ખુલશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ