બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of the president of the association that the quantity of petrol-diesel in the entire state is sufficient

નિવેદન / પેટ્રોલ પંપો પર લાઇન ન લગાવતા: ટ્રકચાલકોની હડતાળ વચ્ચે ફેલાતી અફવાઓ મુદ્દે ગુજરાતને લઈને સ્પષ્ટતા

Priyakant

Last Updated: 01:37 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hit And Run New Law Latest News: સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિયેશનના પ્રમુખનું નિવેદન, હડતાળ વચ્ચે રાજ્યમાં ઈંધણનો જથ્થો નહી ખૂટેઃ અરવિંદ ઠક્કર

  • ટ્રક ચાલકોની હડતાળને લઈ ઈંધણની અછતની વાત થઈ વહેતી
  • સમગ્ર મામલે પેટ્રોલ-ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા
  • અમદાવાદ સહિત ગુજરાતમાં ઈંધણનો પુરતો જથ્થોઃ અરવિંદ ઠક્કર
  • હડતાળ વચ્ચે રાજ્યમાં ઈંધણનો જથ્થો નહી ખૂટેઃ અરવિંદ ઠક્કર
  • શહેરીજનોએ ઈંધણ બાબતે ચિંતા કરવાની જરૂર નથીઃ અરવિંદ ઠક્કર

Hit And Run New Law : ટ્રક ચાલકોની હડતાળને લઇ પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હીટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ-ડીઝલની અછત છે. જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરવા જણાવ્યું છે. 

ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. આ મામલે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાલ વચ્ચે પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી. 

ઇંધણ બાબતે ચિંતા ન કરતાં: પેટ્રોલ ડીઝલ એસોસિએશન 
ટ્રક ચાલકોની હડતાળહડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો. 

વધુ વાંચો: હાઇવે બ્લોક, ઠેર-ઠેર ચક્કાજામ: હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

શું છે નવો નિયમ કે જેનો થઈ રહ્યો છે વિરોધ ? 
હવે નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે. આ કાયદાને ખોટો ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા રોકી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કાયદાની જોગવાઈઓને હળવી કરવાની માંગ છે. આ નિયમથી માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ સમાન રીતે લાગુ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ