બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / Statement of Bhavnagar Range IG regarding dummy candidate scandal

ભાવનગર / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી, 10 દિવસની સામે SOG 3 દિવસનો આપ્યો સમય, 21 તારીખે ફરી હાજીર હો..

Dinesh

Last Updated: 05:37 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું કે, યુવરાજસિંહને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે.

  • ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીનું નિવેદન 
  • યુવરાજસિંહએ 10 દિવસનો સમય માંગ્યો હતો
  • SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે

 

ભાવનગર SOG સમક્ષ હાજર થવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જણાવવામાં આવ્યું હતું પરંતુ યુવરાજસિંહની તબિયત લથડી છે તેવી વિગતો તેમના પત્નીએ ટ્વિટ કરીને આપી હતી. જે બાદ ભાવનગરમાં ડમીકાંડ મુદ્દે રેન્જ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી છે તેમણે કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાને આજે સમન્સ આપવામાં આવ્યુ હતું અને યુવરાજસિંહએ 10 દિવસનો સમય માંગ્યો હતો.

21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ યુવરાજસિંહને સમન્સ
ભાવનગરમાં ડમીકાંડ મુદ્દે રેન્જ આઈજી જણાવ્યું કે,  SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, 36 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસમાં સામેલ તમામની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આક્ષેપો સામે તેમનો પક્ષ જાણવો પણ જરૂરી છે અને બીપીન ત્રિવેદી પાસેથી વધુ વિગતો પણ મળી છે તેમજ હાલમાં બીપીન ત્રિવેદીની પૂછપરછ ચાલુ છે અને હજુ પણ અન્ય આરોપીની પૂછપરછ ચાલુ છે.

ડમીકાંડ મુદ્દે રેન્જ આઈજીનું નિવેદન
રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, મોટા ભાગના આરોપીની સામે પુરાવા મળ્યા છે અને પુરાવા સાબિત થયા બાદ યુવરાજ સામે કેસ કરાશે અને ધરપકડ કરાશે તેમજ મિલનની સામે મળેલા પુરાવા અંગે હજુ તેના પુરાવાની તપાસ ચાલુ છે તેમણે કહ્યું કે, યુવરાજસિંહનું નામ આવતા તેમનો પક્ષ રાખવા માટે આજે બોલાવ્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે, 36 આરોપીની FRI સામે માત્ર 6ની ધરપકડ કરી છે. ભાવનગર જિલ્લામાં હાલમાં SITની ટીમો તપાસ કરી રહી છે તેમજ બીપીન ત્રિવેદીના આરોપોને લઈને યુવરાજસિંહને સમન્સ આપ્યુ છે.

યુવરાજસિંહની લથડી તબિયત
યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કર્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો.'

વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ