બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / State government fixed pay employees will get good news before Diwali

BIG BREAKING / આનંદો! ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે, ગુજરાત સરકાર આપશે મોટી ભેટ, પગારમાં થઈ શકે છે વધારો

Malay

Last Updated: 12:42 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓને દિવાળી પહેલા મળશે સારા સમાચાર, સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની કરી શકે છે જાહેરાત

  • રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ માટે સારા સમાચાર
  • દિવાળી પહેલા ફિક્સ પેના કર્મચારીઓને મળશે સારા સમાચાર
  • ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરશે સરકાર

Gandhinagar News: ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી છે. 

કરાર આધારિત કર્મચારીઓ માટે લીધો હતો નિર્ણય
અગાઉ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને રૂ14 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્ય સરાકર દ્વારા લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ - 3અને વર્ગ - 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. 


આશ્રિતોને મળશે રૂ.14 લાખની સહાય 
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એચ.કે ઠાકર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-12/10/2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ.14 લાખ (ચૌદ લાખની) ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.


અન્ય જોગાવાઈ અને શરતો રહેશે યથાવત 
સામાન્ય વહીવટ વિભાગના તા-20/07/20147ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ