બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / start aloe vera gel manufacturing unit with low investment and earn huge money

Business Idea / ગજબ આઈડિયા.! 2.50 લાખમાં ધંધો શરૂ કરો અને દર મહિને કમાવો 1 લાખ રૂપિયા, વસ્તુની ડિમાન્ડ છે તોતિંગ

Bijal Vyas

Last Updated: 10:27 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ બિઝનેસ આઈડિયા તમારા માટે ખૂબ જ ખાસ છે. તેની માંગ વધુ છે અને બમ્પર કમાણી છે. વાંચો સંપૂર્ણ વિગત

  • શહેરોથી લઈને ગામડાઓ સુધી આ પ્રોડક્ટની ઘણી માંગ
  • હર્બલ કોસ્મેટિક્સની વધતી જતી લોકપ્રિયતાને કારણે વૈશ્વિક બજારમાં એલોવેરા જેલની માંગમાં વધારો થવાનું અનુમાન 
  • પ્રથમ વર્ષમાં 3.95 લાખ રૂપિયાની કમાણી થશે

Business Idea:જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો આ બિઝનેસ આઈડિયા તમારા માટે ખૂબ જ ખાસ છે. તેની માંગ વધુ છે અને બમ્પર કમાણી છે. તમે શરૂ કરતાની સાથે જ મોટી કમાણી કરવાનું શરૂ કરશો. શહેરોથી લઈને ગામડાઓ સુધી આ પ્રોડક્ટની ઘણી માંગ છે. અમે જે બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ તે એલોવેરા જેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનો બિઝનેસ છે.

એલોવેરા જેલ એ એલોવેરામાંથી તૈયાર કરાયેલ પ્રોડક્ટ્સ એક છે. એલોવેરા જેલ સન બર્ન અને દુખાવામાં રાહત માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિશિષ્ટ ઔષધીય વેલ્યુ છે જે તેને એક સારી કમર્શિયલ વેલ્યુ બનાવે છે. તેની વ્યાપક લોકપ્રિયતાને લીધે, એલોવેરા જેલએ નાઇટ ક્રિમ, સાબુ, શેમ્પૂ, સનટેન લોશન અને ક્લીન્સર સહિત વિવિધ કોસ્મેટિક સહિત અલગ-અલગ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્સ બની ગઇ છે. છે.

સુંદરતા વધારવાની સાથે વજન ઘટાડવામાં ફાયદાકારક છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ  | Aloe vera is beneficial in weight loss along with enhancing beauty, use  it like this

કેમ શરુ કરો એલોવેરા જેલનો બિઝનેસ ?
એલોવેરા જેલનો ઉપયોગ ખાદ્ય ઉદ્યોગ, કોસ્મેટિક અને પ્રસાધન ઉદ્યોગ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલ એ સૌથી મહત્વપૂર્ણ ઉત્પાદનોમાંથી એક છે જે એલોવેરાના પાંદડામાંથી તૈયાર કરી શકાય છે. તેની ગ્રાહક અને ઔદ્યોગિક માંગ બંને છે. ત્વચા સંભાળ ઉત્પાદનોમાં એલોવેરા જેલનો વધતો ઉપયોગ એ એલોવેરા જેલ માર્કેટના ડેવલપમેન્ટનું મહત્વનું ફેક્ટર છે. હર્બલ કોસ્મેટિક્સની વધતી જતી લોકપ્રિયતાને કારણે વૈશ્વિક બજારમાં એલોવેરા જેલની માંગમાં વધારો થવાનું અનુમાન છે. તેથી એલોવેરા જેલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

પ્રોજેક્ટ કોસ્ટ 
એલોવેરા જેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ હિસાબે આ બિઝનેસ શરૂ કરવાનો પ્રોજેક્ટ કોસ્ટ 24.83 લાખ રૂપિયા છે. રાહતની વાત એ છે કે તમારે ફક્ત 2.48 લાખ રૂપિયાનું જ રોકાણ કરવું પડશે. તમે બાકીની રકમ ફાઇનાન્સ કરી શકો છો. તમને રૂ. 19.35 લાખ રુપિયાના ટર્મ લોન મળી શકશે અને વર્કિંગ કેપિટલ માટે  3લાખ રુપિયાનું ફાઇનાન્સ મળશે.

સુંદરતા વધારવાની સાથે વજન ઘટાડવામાં ફાયદાકારક છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ  | Aloe vera is beneficial in weight loss along with enhancing beauty, use  it like this

લાઇસન્સની જરુર 
આ બિઝનેસને શરૂ કરવા માટે, GST રજીસ્ટ્રેશન, ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન, પ્રોડક્ટના બ્રાન્ડ નામ અને જો જરૂર હોય, તો તે ટ્રેડમાર્ક પણ કરી શકાય છે. બિઝનેસ માટે લોન તમે સરકારની મુદ્રા લોનની મદદ લઈ શકો છો.

કેટલો થશે નફો
KVICએ એલોવેરા જેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર જો પ્રોજેક્ટ તૈયાર કરી છે, તે અનુસાર  તમે આ બિઝનેસમાંથી વાર્ષિક રૂ. 13 લાખથી વધુનો નફો કમાઈ શકો છો. પ્રથમ વર્ષમાં 3.95 લાખ રૂપિયાની કમાણી થશે. પરંતુ જેમ જેમ ધંધો વધશે તેમ નફો વધશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ