બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / stamina boosting foods are banana nuts Quinoa etc

તમારા કામનું / થોડું ચાલો અને થાક લાગતો હોય થઈ જજો એલર્ટ: સ્ટેમિના બુસ્ટર આ વસ્તુઓને ડાયટમાં કરો શામેલ, રહેશો એકદમ સ્ફૂર્તિલા

Vaidehi

Last Updated: 06:07 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકો થોડું કામ કરીને થાક અનુભવવા લાગે છે. જો તમને પણ થાક ભગાવીને તમારો સ્ટેમિના વધારવો હોય તો ચોક્કસથી આ ફૂડ્સનું સેવન કરજો.

  • થોડું કામ કરીને થાક લાગવું ચિંતાજનક
  • શરીરમાં સ્ટેમિના વધારવા માટે ચોક્કસ ફૂડ્સનું સેવન જરૂરી
  • એનર્જીથી લઈને શરીરને સ્વસ્થ રાખવા આ પોષકતત્વો લેવા

આજકાલ સૌકોઈ પોતાને ફીટ રાખવા ઈચ્છે છે. જેના માટે લોકો એક્સરસાઈઝસ ,યોગા અને ડાયટિંગની મદદ લે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે થોડું  જ કામ કરીને થાક અનુભવવા લાગે છે. આ લક્ષણ સ્ટેમિનાની ઉણપને લીધે આવી શકે છે તેથી આવી સ્થિતિમાં તમારે તમારી ખાણી-પીણીમાં ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ફૂડ્ ખાવાથી તમારા શરીરને જરૂરી માત્રામાં પોષક તત્વો મળે છે જેના લીધે તમારામાં એનર્જી આવશે.

સ્ટેમિના વધારતાં ફૂડ્સ

કેળાં
કેળાં તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કારણકે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘણી માત્રમાં હોય છે. જો તમે વર્કઆઉટ પહેલાં કેળાનું સેવન કરો છો તો એ તમને ઈંસ્ટેંટ એનર્જી આપવામાં મદદરૂપ બને છે. જો તમે એક્સરસાઈઝ બાદ કેળા ખાઓ છો તો તેનાથી તમારો થાક દૂર થઈ જશે. તેથી જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો કે વધારવા ઈચ્છો છો તો તમારે કેળાનું સેવન વધારવું જોઈએ.

કિનોઆ
કિનોઆ ગ્લૂટેન ફ્રી હોય છે.જે લોકોને ગ્લૂટેન પસંદ નથી તે લોકો તેનું સેવન કરી શકે છે. તમે ચોખાની જગ્યાએ કિનોઆનું સેવન કરી શકો છે. આ પૌષ્ટીક આહાર શરીરને પ્રોટીન , આયર્ન, ફાઈબર અને કેલ્શિયમ પ્રદાન કરે છે.કિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.કિનોઆમાં ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનીજ તત્ત્વ રહેલા છે. જેનાથી અનિદ્રા, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અકડાઈ જવી, એનીમિયા, ડાયાબિટીસ તથા અન્ય બીમારીઓ થતી નથી. તેનું સેવન દરરોજ કરવું જોઈએ કારણકે આ ખાવાથી તમને તાત્કાલિક એનર્જેટિક અનુભવ થશે.

દાળ
મગ કે ચણાની દાળ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કારણકે તેમાં પ્રોટીન અને આયરન હોય છે જે તમારા થાકને દૂર કરવાનું કામ કરે છે. થાક દૂર થતાં તમે લાંબા સમય સુધી એક્સરસાઈઝ કરી શકશો.

નટ્સ અને સીડ્સ
બદામ, અખરોટ અને અળસીના બીજ સ્ટેમિના વધારવામાં હેલ્પ કરે છે. કારણકે તેમાં હેલ્ધી ફેટ અને પ્રોટીન હોય છે જે અનર્જીને બૂસ્ટ કરે છે. તેથી નટ્સ અને સીડ્સનું સેવન દરરોજ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ