બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Spy camera found in PNB's ladies washroom in Jamnagar, in-charge manager turned out to be the accused

વિકૃતિ / જામનગરની PNBના લેડીઝ વોશરૂમમાંથી સ્પાય કેમેરો મળી આવતા હડકંપ, ઇન્ચાર્જ મેનેજર જ નીકળ્યો આરોપી

Malay

Last Updated: 02:43 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરના દેરડની પંજાબ નેશનલ બેંકના ઇન્ચાર્જ મેનેજરની કરતૂતનો ફૂટ્યો ભાંડો, લેડીઝ વોશરૂમના દરવાજા ઉપર લગાવ્યો સ્પાય કેમેરો, પોલીસે હાથ ધરી તપાસ.

  • બેંકના મેનેજરની વિકૃત માનસિકતા
  • લેડીઝ વોશરૂમમાં લગાવ્યો સ્પાય કેમેરો  
  • વોશરૂમના દરવાજા ઉપર સ્પાય કેમેરો લગાવ્યો 
  • મેનેજર અખિલેશ સૈની સામે પોલીસ ફરિયાદ 

Jamnagar News: જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે. બેંકની મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો લેવાના ઈરાદાથી બેંકના લેડીઝ વોશરૂમમાં લગાવેલો કેમેરો બેંકની મહિલા કર્મચારીએ જ ઝડપી પાડ્યો હતો. આ મામલે મહિલા કર્મચારી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ કેમેરો લગાવનાર ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહિલા કર્મચારીએ મામલાને કર્યો ઉજાગર 
જામનગરના દરેડ GIDCમાં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને બેંકના વોશરૂમનો ઉપયોગ કરતી વખતે દરવાજા ઉપરની દિવાલ પર લગાવેલો એક સ્પાય કેમેરો ધ્યાન પર આવ્યો હતો, જે બાદ મહિલા કર્મચારી દ્વારા તરત જ બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

બેંકના ઈન્ચાર્જ મેનેજરે જ કેમેરો લગાવ્યાનો ઘટસ્ફોટ
આ મામલે તપાસ કરાતાં પંજાબ બેંકમાં ઈન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ હરિયાણાના અને હાલ જામનગરના યમુનાનગરમાં રહેતા અખિલેશ સૈનીએ જ આ સ્પાય કેમેરો લગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. જે બાદ બેંકના ઈન્ચાર્જ મેનેજરની કરતૂત સામે લાવવા મહિલાકર્મીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી.


 
મહિલાકર્મીએ નોંધાવી ફરિયાદ
બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના ઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવવા મામલે મહિલા કર્મચારીએ જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખિલેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નરાધમ બેંક મેનેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ