બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / sports cricket rohit sharma becomes the first indian to complete 400 runs in world cup 2023

ક્રિકેટ / ચાર રન પર આઉટ થઈને પણ રોહિત શર્માએ કર્યો આ કમાલ, MS ધોની અને અઝરૂદ્દીન પણ પછડાયા, જાણો વિગતવાર

Dinesh

Last Updated: 04:29 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma : રોહિત શર્મા આ વર્ષના વર્લ્ડ કપમાં 400 રન પૂરા કરનાર ટીમ ઈન્ડિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, શ્રીલંકા સામેના મુકાબલા દરમિયાન રોહિતનો રેકોર્ડ

  • વન ડે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માએ 400 રન પૂરા કર્યા
  • વન ડે વર્લ્ડ કપમાં હોમ ગ્રાઉન્ડમાં રમનાર કેપ્ટન રોહિત શર્મા પ્રથમ
  • શ્રીલંકા સામેના મુકાબલા દરમિયાન રોહિતનો રેકોર્ડ

આજે ભારતીય ટીમ તેની વન ડે વર્લ્ડ કપ 2023ની સાતમી મેચમાં શ્રીલંકા સામે મુકાબલો કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી છમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને બીજા નંબર પર છે. ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકાને હરાવીને ટેબલ ટોપર બનવાની સાથે સાથે સેમીફાઈનલમાં પણ પ્રવેશવાનો પણ દમદાર પ્રયાસ કરશે.  ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યાર જ પ્રથમ ઝટકો રોહિત શર્માના આઉટ થવાનો લાગ્યો હતો. તે ફક્ત ચાર રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેણે ચાર રનની નાની ઈનિંગમાં તેણે રેકોર્ડ નોધાવી દીધો છે. તેણ મુંબઈમાં રમીને  એ કામ પણ કરી બતાવ્યું કે જે એમએસ ધોની અને અઝહરુદ્દીન જેવા કેપ્ટન પણ કરી શક્યા નહોતા. 

રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023માં પોતાના 400 રન પૂરા કર્યા 
રોહિત શર્મા આ વર્ષમાં આ પહેલા ODI વર્લ્ડ કપમાં 6 મેચ રમ્યો હતો અને આ દરમિયાન તેણે 398 રન બનાવ્યા હતા. એટલે કે તેને 400 રન પૂરા કરવા માટે માત્ર બે રનની જરૂર હતી. જે તેણે આજની મેચમાં પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને પૂરો કર્યો છે. એવી ધારણા હતી કે તે આજે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મોટી ઇનિંગ્સ રમશે. પરંતુ તે બીજા જ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. હવે રોહિત શર્મા આ વર્ષના વર્લ્ડ કપમાં 400 રન પૂરા કરનાર ટીમ ઈન્ડિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જોકે, થોડા સમય પહેલા વિરાટ કોહલીએ પણ આ આંકડાને નજીક પહોંચ્યો હતો. આ મેચ પહેલા તેણે 354 રન બનાવ્યા હતા અને આ વખતે પણ તેણે શાનદાર વાપસી કરી અને પોતાની અડધી સદી પૂરી કરી. 

રોહિત શર્માએ મુબંઈમાં રમ્યો
રોહિત શર્મા એવા પ્રથમ કેપ્ટન બની ગયા છે જેણે પોતાના ઘરે એટલે કે હોણ ગ્રાઉન્ડમાં ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરી છે. અગાઉ વર્ષ 2011માં ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ટીમના કેપ્ટન એમએસ ધોની હતા, પરંતુ તેમના ઘરે એટલે કે રાંચીમાં કોઈ મેચ રમાઈ ન હતી. જ્યારે વર્ષ 1996માં ભારતમાં વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે મોહમ્મદ અઝહરુદ્દીન ભારતીય ટીમના કેપ્ટન હતા, પરંતુ તે વર્ષે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે હૈદરાબાદમાં ODI વર્લ્ડ કપની એકપણ મેચ રમાઈ ન હતી. ગૌરવની વાત એ છે કે, રોહિત શર્માને ફરી આ તક મળશે કે કેમ તે જોવું રહ્યું. આ વર્ષની બે સેમીફાઈનલ મુંબઈ અને કોલકાતામાં રમાશે. તેથી જોવું રહ્યું કે, રોહિત શર્મા આ મેચોમાં મુંબઈમાં રમે છે કે કેમ ? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ