બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Spend 10 hours in a cellular jail Home Minister Shah replied to Rahul Gandhi on the Savarkar issue

વળતો પ્રહાર / 10 કલાક સેલ્યુલર જેલમાં વિતાવી આવો...: સાવરકર મામલે ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

Megha

Last Updated: 11:08 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર મામલા પર ખુલીને વાત કરી હતી.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવરકર મામલે રાહુલ ગાંધીને આપ્યો જવાબ 
  • રાહુલને ઈતિહાસનું કોઈ જ્ઞાન નથી - અમિત શાહ
  • ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડશે - શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એવામાં રાજ્યના પૂર્વ સીએમ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાની પૂરી તાકાત લગાવીને પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર પર ખુલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ચૂંટણી વિશે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે અને વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે. આ સાથે જ એમને રાહુલે વીર સાવરકરની દેશભક્તિ પર ઉઠાવેલા સવાલો પર પણ વાત કરી હતી અને આ સાથે જ અમિત શાહે ગુજરાત સરકારની રચના થતાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી છે.

ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડશે - શાહ
એક મીડિયાના ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે 'ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપ વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે.' અમિત શાહે વધુમાં કહ્યું હતું કે 'આ વખતે ભાજપ બે રેકોર્ડ તોડશે. એક તો મહત્તમ બેઠકોનો રેકોર્ડ અને બીજો વોટ ટકાવારીના રેકોર્ડને પણ તોડશે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં જંગી બહુમતી સાથે સરકાર બનાવશે.'

શું આ વખતે ત્રિકોણીય હરીફાઈ?
આ સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે ચીમનભાઈ પટેલે ઘણા વર્ષો પહેલા કિમલોક કરીને પાર્ટી બનાવી હતી અને આ પછી શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી બનાવી અને બાદમાં સીએમ બન્યા. પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ નવી પાર્ટી બનાવી હતી. અહિયાં બે પાર્ટીઓ વચ્ચે મુકાબલો થાય છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. ગુજરાતનો ઈતિહાસ એવો રહ્યો છે કે ચૂંટણીમાં ત્રીજા પક્ષને 10થી વધુ બેઠકો મળી નથી. કોંગ્રેસનો અંહિયા સપોર્ટ બેઝ છે અને તેનો 20 થી 25 ટકા વોટ શેર રહ્યો છે. પડકારનું શું છે એ તો જનતાએ નક્કી કરવાનું છે.

શું ગુજરાતને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે?
આ પ્રશ્ન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે 2002 થી 2022 સુધી ગુજરાતને ક્યા લોકોએ બદનામ કર્યું છે. અમે વર્ષ 1950થી અમારી વિચારધારાને આગળ ધપાવી રહ્યા છીએ અને આજે પણ આપણે એ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. અમારી વિચારધારાનો વિરોધ કરતાં કેટલાય વિરોધીઓ ક્યારે ગુજરાત અને દેશનો વિરોધ કરવા લાગ્યા તેની ખબર જ ન પડી. પ્રશ્નો તો ઉભા થશે. 1950 થી 2022 સુધીની સફર. 370, રામ જન્મભૂમિ, સમાન નાગરિક સંહિતા. કોંગ્રેસે તો અનુચ્છેદ 370ના ખોળામાં બેસીને તેનું સમર્થન કર્યું છે. મોદીજીએ કલમ 370 હટાવી. અને 2024માં અયોધ્યાની ટિકિટ કપાવી લો કારણ કે જ્યાં રામ લાલાનો જન્મ થયો હતો ત્યાં ભવ્ય રામ મંદિર ચોક્કસપણે તૈયાર થશે.

શું ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ થશે?
યુનિફોર્મ સિવિલ કોડ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે અમે અમારા તમામ ઘોષણા પત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે અને હાલ ગુજરાત અને ઉત્તરાખંડમાં તેના પર કામ શરૂ થઈ ગયું છે. ગુજરાતની ચૂંટણી બાદ તેની માત્ર ઔપચારિકતા બાકી છે.

સાવરકર પર શાહે શું કહ્યું
રાહુલ ગાંધીએ સાવરકરની દેશભક્તિ પર સવાલ ઉઠાવતા અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી લેતું નથી. રાહુલને ઈતિહાસનું કોઈ જ્ઞાન નથી અને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ આઝાદીની ચળવળ પહેલા, વીર સાવરકર એવા હતા જેમણે વિદેશમાં રહીને ભારતની આઝાદી માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. અંગ્રેજોએ 1957માં સ્વતંત્ર સમર પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સાવરકરને જે સેલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં 10 કલાક વિતાવી આવો તો તમે સાવરકરજી વિશે જાણી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ