બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Special squad conducts random inspection of 320 pesticide manufacturing units across Gujarat

નોટિસ / ગુજરાતભરમાં જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનિટમાં વિશેષ સ્ક્વોર્ડની આકસ્મિક તપાસ, 107 એકમોને પકડાવ્યું ફરફરિયું

Kishor

Last Updated: 07:15 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટ એકમોમાં સ્ક્વોર્ડ દ્વારા ઓચીંતી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૭ ઉત્પાદક એકમોને નોટિસ ફટકારાય છે.

  • રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ
  • ૩૭ ટીમો દ્વારા જંતુનાશક દવાનાં કુલ ૮૪ નમુનાઓ લેવાય 
  • ૧૦૭ ઉત્પાદક એકમોને નોટિસ

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ ૯૧ નમુનાઓ લેવાયા છે અને તે પૈકી ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.

ખેડૂતો નકલી ઉલાલા કંપનીથી સાવધાન! વેચનાર અને ડિસ્ટ્રીબ્યુટર સામે ફરિયાદ |  Fake Pesticides scam in Dwarka Gujarat

૩૨૦ જંતુનાશક દવા ઉત્પાદકોને ત્યાં તપાસ

વધુમાં રાજ્યનાં કુલ ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવાનાં ઉત્પાદક એકમોમાં ઓચીંતી તપાસ કરવા માટે સ્ક્વોર્ડની રચના કરી કુલ ૩૭ અધિકારીશ્રીઓને આકસ્મિક તપાસની કામગીરી સોંપવામાં આવી હતી. આ સ્ક્વોર્ડ દ્વારા તા.૭ અને ૮ ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં કુલ ૩૨૦ જંતુનાશક દવા ઉત્પાદક એકમોમાં તપાસ કરવામાં આવી. જે દરમ્યાન જંતુનાશક દવાનાં કુલ ૮૪ નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં ૭ નમુનાઓ મળી કુલ ૯૧ નમુનાઓ લેવામાં આવ્યા છે. 

૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ

તેમણે ઉમેર્યુ કે, આ ઓચિંતી તપાસ દરમિયાન જોવા મળેલી વિવિધ પ્રકારની વિસંગતતા અનુસંધાને વિવિધ ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપવામાં આવી છે તેમજ અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો ૫૧,૪૨૬ કિગ્રા/લિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. ચાલુ ખરીફ ઋતુમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ સમય અંતરે આયોજન કરવામાં આવનાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ